બનાવ@અમદાવાદ: 13 વર્ષની સગીરાને લંપટ વૃદ્ધે પાસે બોલાવી અને શરમ જનક હરકત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોતાની જ સોસાયટીમાં રહેતી ૧૩ વર્ષીય સગીરા જ્યારે ટ્યૂશનથી ઘરે જતી હતી તે વખતે પાડોશી લંપટ વૃદ્ધે સગીરાને બોલાવી અને શરીર ઉપર હાથ ફેરવીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. સગીરાને અજુગતું લાગતાં ઘરે ભાગી ગઈ હતી.
બાદમાં સગીરાએ સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી.પરિવારજનો ખૂબ જ ગભરાઈ ગયા હતા. જોકે સગીરાએ સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચની શીખ યાદ કરીને હિમંત દાખવી અભયમમાં આ બાબતે જાણ કરી હતી.
જેથી અભયમની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને 80 વર્ષીય વૃદ્ધને ઠપકો આપ્યો હતો.વૃદ્ધે કરેલા કૃત્ય બાબતે તેમના દીકરા તથા પત્નીને જાણ કરી હતી. બાદમાં વૃદ્ધ સહિત તેમના સમગ્ર પરિવાર ૧૩ વર્ષીય સગીરા તથા તેમના પરિવારની માફી માંગી હતી.
શહેરમાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાએ શનિવારે અભયમમાં કોલ કરીને કહ્યું કે તેના દાદાના મિત્રએ તેને બોલાવી અને છાતી પર હાથ ફેરવીને અપશબ્દો બોલ્યા હતા જેથી મારા માતા પિતાને કહ્યું ત્યારબાદ તેઓ ખૂબ ગભરાઈ ગયા છે.
આટલું સાંભળતાની સાથે અભયમની ટીમ સરનામા પર પહોંચી ગઈ અને સગીરા અને તેના પરિવારનું કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. જેમાં સમગ્ર હકીકત સામે આવી .
આ જ સગીરાના દાદાનો ફ્રેન્ડ પણ પાડોશમાં જ રહે છે અને રોજ સાંજે સોસાયટીના ગેઇટની બહાર બેઠા હોય છે અને ટ્યૂશનથી આવતી જતી નાની છોકરીઓને બોલાવીને જોડે બેસાડે છે અને પછી શરીર ઉપર હાથ ફેરવે છે. આટલું સાંભળતાની સાથે જ અભયમની ટીમમાં મહિલા કાઉન્સિલે પોલીસને સાથે રાખીને વૃદ્ધના ઘરે પહોંચ્યા હતા.
વૃદ્ધના પરિવારમાં તેમના દીકરા અને વૃદ્ધની પત્નીને સમગ્ર હકીકત જણાવી હતી જે સાંભળ્યા બાદ વૃદ્ધના પરિવારના સભ્યો પણ શરમમાં મૂકાઈ ગયા હતા. અંતે અભયમની ટીમે કાયદાકીય ભાષામાં પણ વૃદ્ધ તથા તેના પરિવારને સમજાવ્યા જે બાદ વૃદ્ધે અને તેમની પત્ની તથા દીકરાએ સગીરા તથા તેમના પરિવારની માફી માંગી હતી.લંપટ વૃદ્ધ પાડોશી હોવાથી સગીરાના માતાપિતા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા નહોતા.