બનાવ@અમદાવાદ: વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
માતા-પિતાની તબિયત ખરાબ હોવાથી વેપારીએ વ્યાજે પૈસા લીધા હતા.
Sep 4, 2024, 08:47 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાનાં બનાવો સામે આવતા હોય છે. લોકો સામાન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. અમદાવાદમાં ઓઢવના દિનેશ નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે.
માતા-પિતાની તબિયત ખરાબ હોવાથી વેપારીએ વ્યાજે પૈસા લીધા હતા. ધંધામાં મંદી આવતાં વ્યાજના હપતા ભરી શકાતા નહોતા. વ્યાજખોરો રસ્તામાં રોકીને હેરાનપરેશાન કરી ધમકી આપતા હતા.
જેથી વેપારીએ કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વેપારીની પત્નીએ 2 વ્યાજખોર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.