બનાવ@અમદાવાદ: આજે ફરી વધુ એક યુવકને વાંદરાએ પોતાનો શિકાર બનાવ્યો
રહીશો હજુ ભયના ઓથાર હેઠળ છે.
Jul 14, 2024, 18:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં વાંદરાના હુમલાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. વાંદરાઓ અચાનક જ લોકો પર હુમલો કરી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં વાંદરાઓનો આતંક યથાવત છે.
આજે ફરી વધુ એક યુવકને વાંદરાએ પોતાનો શિકાર બનાવ્યો. યુવકને પગમાં બચકું ભરી લેતા 17 ટાંકા લેવા પડ્યા.એક અઠવાડિયામાં વાંદરાના હુમલાની આ ત્રીજી ઘટના છે.
વનવિભાગે 10 વાંદરાને પાંજરે પૂર્યા છે.જો કે રહીશો હજુ ભયના ઓથાર હેઠળ છે.