બનાવ@સુરત: કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત કર્યો
આરોપી સામે પરિવારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.
Feb 22, 2025, 07:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો. દવા પી લીધા બાદ બેભાન થઈને ઢળી પડતા કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો.
તેણે મરતા પહેલાં જે જણાવ્યું તે જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો. કિશોરીએ જણાવ્યું હતું કે, નિલેશે કીધું હતું કે મરીજા. કિશોરીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું.
કિશોરીને મરવા મજબૂર કરનાર આરોપી સામે પરિવારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.