સાવધાન@ગુજરાત: ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમનો વપરાશ કરો છો? તો સાવધાન થઈ જાઓ, સરકારે આપી ચેતવણી

ફાયદો ઉઠાવી ડેટા ચોરી કરી શકે છે.
 
સાવધાન@ગુજરાત: ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમનો વપરાશ કરો છો?  તો સાવધાન થઈ જાઓ, સરકારે આપી ચેતવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં તમામ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તમે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમનો વપરાશ કરો છો? જો ઉપયોગ કરતા હોય તો સાવધાન થઈ જાઓ. હેકર્સ તમારો પર્સનલ ડેટાથી લઈ બ્રાઉઝરને આખી રીતે ક્રેસ કરી શકે છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી, CERT-Inએ ગૂગલ ક્રોમનો વપરાશકર્તાઓને ચેતવણી આપી છે.

CERT-Inએ વિન્ડોઝ અને મેક ઓપરેટિંગ સિસ્ટમમાં 122.0.6261.11/2માં પહેલેથી રહેલી ખામીઓ બતાઈ છે. આ ખામીઓને સેવરિટી ઓફ હાઈ રેટિંગ સાથે લિસ્ટ કરવામાં આવી છે. જેવા લીધે વપરાશકર્તાઓ પર જોખમ રહેલું છે. 

CERT-Inએ Vulnerabilityનોટ CIVN-2024-0085 ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં શોધવામાં આવેલી ખામીઓને ડિટેઈલમાં બતાવે છે. બેકર્સ આ ખામીઓનો ફાયદો ઉઠાવી ડેટા ચોરી કરી શકે છે. તમારી પૂરી સિસ્ટમને કંટ્રોલ કરી શકે છે.

FedCM

આ બગ 'યુઝ આફટર ફ્રી' ફિચરમાં મળ્યું છે. જેનો ઉપયોગ કરી હેકર્સ બ્રાઉઝરની મેમરીમાં ફેરબદલ કરી શકે છે. કોડને એડિટ પણ કરી શકે છે.

ગૂગલ ક્રોમના જાવા સ્ક્રીપ્ટ એન્જીનમાં V8માં Out of bounds memory access અને Inappropriate implementation થી જોડાયેલી ખામીઓ પણ રિપોર્ટમાં બતાઈ છે. જે ઘણું જોખમકારક છે.

બ્રાઉઝરને જલ્દીથી અપડેટ કરવું

CERT-In મુજબ, એક યુઝર જ્યારે વેબપેજ પર વિઝિટ કરે છે ત્યારે તેમાં રહેલી ખામીઓનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે. તમારી સિસ્ટમ હેક કરી શકે છે. જો તમે ગૂગલ ક્રોમ વાપરો છો તો તેને ફટાફટ અપડેટ કરી લો.