ચૂંટણી@મહેસાણા: વડનગર પાલિકામાં ભાજપને 27 અને કોંગ્રેસને માત્ર 1 સીટ મળી
ખેરાલુમાં ભાજપને 13, કોંગ્રેસને 7, અન્ય 4, જીત મળી છે.
Feb 18, 2025, 18:04 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે નગરપાલિકા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાકની જીત તો, કેટલાકની હાર થઇ હતી. પરિણામ જાહેર થયા બાદ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે.
જેમાં બંને પાલિકામાં ભાજપનો વિજય થયો છે. ખેરાલુમાં ભાજપને 13, કોંગ્રેસને 7, અન્ય 4, જીત મળી છે. જ્યારે વડનગર પાલિકામાં ભાજપને 27 અને કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે.

