ચૂંટણી@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયત, ભાભર અને થરાદ નગરપાલિકાની યાદી પણ જાહેર કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા.
જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે.

