ઘટના@વાંકાનેર: યુવાનની હત્યા કરનાર બંને આરોપીની ધરપકડ કરાઈ,જાણો વિગતે

વાડીએ બોલાવી ગળે ટુંપો દઈ હત્યા નીપજાવી હતી
 
ઘટના@વાંકાનેર: યુવાનની હત્યા કરનાર બંને આરોપીની ધરપકડ કરાઈ,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જાલી ગામે એક ફૂલ દો માલી જેવી સ્થિતિ સર્જાઈ હતી એક જ યુવતીને બે યુવાનો પ્રેમ કરતા હોય અને યુવતીને અન્ય પ્રેમી સાથેના સંબંધમાં યુવાન આડો આવતો હોવાથી અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પ્રેમિકા સહિતના બંને આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના જાલી ગામના રહેવાસી ચોથાભાઇ રૂપાભાઇ રંગપરા વાળાએ આરોપી ધનજી કાનાભાઈ માલકીયા અને અરૂણાબેન મનુભાઈ ગોરિયા રહે બંને જાલી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીના ભાઈ મરણ જનાર પાચાભાઇ રૂપાભાઇ રંગપરાને આરોપી અરૂણાબેન ગોરિયા સાથે પ્રેમસંબંધ હોય અને આરોપી ધનજી માલકીયા સાથે પ્રેમસંબંધ હોય.

જેથી બંને આરોપીના પ્રેમસંબંધમાં આડ ખીલીરૂપ હોવાથી બંને ઇસમોએ ભેગા મળીને પ્લાન બનાવી વાડીએ બોલાવી ગળેટુંપો દઈને હત્યા નીપજાવી હતી બંને આરોપીએ યુવાનને ભૂપતભાઈની વાડીએ બોલાવી ગળે ટુંપો દઈ હત્યા નીપજાવી હતી.

જે બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી ધનજી કાનાભાઈ માલકીયા અને અરૂણાબેન મનુભાઈ ગોરિયા રહે બંને જાલી તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.