બ્રેકિંગ@ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળવાની, જાણો વિગતે

આજની બેઠકમાં ઝોન વાઇસ બેઠકો પર ચર્ચા થવાની છે.
 
બ્રેકિંગ@દેશ: 24 કલાકમાં કોરોના વાયરસના  752 નવા કેસ નોંધાયા અને  સંક્રમણને કારણે 4 લોકોના મોત થયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં ગુજરાત ભાજપની મહત્વની બેઠક મળવાની છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક મળશે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ પર ચર્ચા થશે. સાથે જ તમામ 26 બેઠક કબ્જે કરવા માટે રણનીતિ ઘડવામાં આવશે.

આ વખતે લોકસભાની 26 બેઠક બેઠક પૈકી બે બેઠક પર સૌનું ધ્યાન રહેલુ છે. માત્ર જીત માટે જ નહીં, લીડ માટે પણ ભાજપે અથાગ મહેનત કરવી પડશે.ગાંધીનગર બેઠક પર ખુદ અમિત શાહ ચૂંટણી લડતા હોય છે. તેની સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીથી ચૂંટણી લડે છે. જેથી આ બે બેઠક પર સૌની સીધી નજર રહેવાની છે.

આજની બેઠકમાં ઝોન વાઇસ બેઠકો પર ચર્ચા થવાની છે. તમામ લોકસભા બેઠકો માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. રાજ્ય સરકારના 10 મંત્રીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે.પ્રદેશના સિનિયર આગેવાનો સહિત 50 લોકો બેઠકમાં ભાગ લેશે. રાત્રે 8 વાગ્યા સુધી બેઠક ચાલે તેવી શક્યતા છે.