બ્રેકિંગ@મુંબઈ: પોલીસને કોલ આવ્યો અને બ્લાસ્ટ કરવાની ધમકી આપી શખ્સે ફોન કટ કરી દીધો
તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ યુનિટને કરાયા એલર્ટ
Dec 31, 2023, 11:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંબઈ પોલીસને ફરી એકવાર ધમકી ભર્યો ફોન કોલ આવ્યો છે. મુંબઈમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી શખ્સે ફોન કટ કરી દીધો હતો. તો નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ યુનિટને એલર્ટ કરાયા છે. પોલીસ ફોન કોલ બાદ તપાસ કરી છે. પરંતુ હજુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તો ફોન કરનાર વ્યક્તિ અંગે પોલીસ તપાસ કરી છે.
તો આ અગાઉ મુંબઈમાં આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસ પર એક ધમકી ભર્યો ઈમેલ આપ્યો હતો.તેમાં RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ઈમેલમાં એવું લખાણ હતું કે RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માગ કરવામાં આવી હતી. અને બપોરે 1:30 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થશે તેવી ધમકી આપવામાં આવી હતી.