બ્રેકિંગ@ગુજરાત: કુખ્યાત ગુનેગારોની વધુ 2 યાદી તૈયાર, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના કુખ્યાત ગુનેગારોની વધુ 2 યાદી તૈયાર થઇ ગઈ છે. ગુજરાતમાં અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે 15 ગુનેગારોની અલગથી યાદી તૈયાર કરી હતી. તેઓની ગેરકાયદે મિલ્કતો શોધી તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી. તેની વચ્ચે SMCએ વધુ બે યાદી તૈયાર કરી રહી હોવાની માહિતી મળી છે. જે ટૂંક સમયમાં જાહેર કરાશે.
અમદાવાદ સહિત ગુજરાતમાં તાજેતરમાં ગુનેગારોને દાબી દેવા માટે તેઓની ગેરકાયદેસર ઉભી કરાયેલી મિલકત તોડી પાડવા માટે પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી હતી.
જેમાં ગુજરાતના મોટા ગુનેગારોની મિલકતોની યાદી અને ગુનેગારોની વિગત હતી.હવે આગામી દિવસોમાં બે યાદી બહાર પાડવામાં આવશે તેવી જાણકારી એસએમસી પાસેથી જાણવા મળી રહી છે. આ અંગે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય જણાવ્યું હતું કે, અમે યાદી તૈયાર કરી રહ્યા છે અને હજી બે યાદી બહાર આવી શકે છે.