બ્રેકિંગ@બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં ડૂબીને જીવન ટૂંકાવ્યુ

ઘટનામાં બે માસુમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો 
 
બ્રેકિંગ@બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં ડૂબીને જીવન  ટૂંકાવ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના દાંતીવાડાથી સમાચાર આવી રહ્યા છે. જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કર્યો છે. ડેમમાં ડૂબીને ચાર સભ્યોએ જીવ ટૂંકાવ્યો છે. પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના પરિવારના આ ચારેય સભ્યોએ ડેમમાં પડીને મોત વહાલુ કર્યુ છે. ગૃહક્લેશને કારણે સાસુ અને વહુએ સાથે મળીને આપઘાત કર્યો છે. તેઓ બે માસૂમ બાળકોને પણ ડેમમાં સાથે લઈને ડૂબી જવાને પગલે તેમને બહાર નિકાળીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મોત નિપજ્યુ હોવાનુ તબિબોએ જાહેર કર્યુ હતુ.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસે આપઘાતના મામલામાં પતિ અને સસરા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પતિ અને સસરાએ સાસુ-વહુને ત્રાસ ગુજાર્યો હોવાને લઈ આખરે આત્મહત્યા કરવા માટે મજબૂર બનવુ પડ્યુ હોવાની દીશામાં તપાસ શરુ કરાઈ છે. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મૃતક વહુના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પરીણિતા નયનાબા ચૌહાણ અને તેમની સાસુ કનુબા ચૌહાણ પર તેમના બનેલી અને બેનના સસરા ત્રાસ ગુજારતા હતા. માત્ર તેઓની બેન જ નહીં પરંતુ બેનના સાસુ પણ ત્રાસથી પીડિત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ સાસુ અને વહુએ સાથે મળીને તેમના માસુમ બે બાળકો સાથે મળીને આપઘાત કર્યો હોવાનુ ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે.

મૃતક પરીણિતાના ભાઈ પ્રવિણસિંહ ઠાકોરે આ મામલે તેમના બનેવી નારણસિંહ ગેનસિંહ ચૌહાણ અને સસરા ગેનસિંહ સ્વરુપસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 306 મુજબ પિતા અને પુત્ર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનામાં બે માસુમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો.