બ્રકીંગ@ઉ.ગુજરાત: ભરશિયાળે જામ્યું ચોમાસુ, વહેલી સવારથી જ ઠેર ઠેર વરસાદ
VARSAD
ભરશિયાળે વરસાદ આવતાં ખેડૂતોને પોતાના પાકનો બગાડ થતાં ખેડૂતો હતાશ થઇ ગયા છે. સવારે વહેલા વરસાદ શરુ થતાં નોકરી, કામે જતાં લોકોને તકલીફ પડતાં લોકો પણ ઘરમાં પૂરાઇ ગયા છે.

અટલ સમાચાર, વિસનગર કિરણબેન ઠાકોર

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ આજથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઇ ગયો છે. કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોને પોતાના પાકનો બગાડ થવાની ભારે ભીતિ સેવાઇ રહી છે. આ સાથે ભર શિાળામાં વરસાદની એન્ટ્રી થતાં ઠંડીનો ચમકારો ઘણો વધી જશે. કમોસમી વરસાદે ખેડૂતોના ઘણા પાકને નુકશાન પહોચાડશે. આજે કમોસમી વરસાદની સાથે પવનની લહેરો પણ આવી રહી છે. કમોસમી વરસાદે ભરશિયાળે ખાબોચિયા ભરી દીધા છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

varsad


ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વાત કરીયે તો આજે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ રહેલ હોવાથી સવારથી કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર આમ શિયાળામાં પણ સર્વત્ર વરસાદ આવી પહોચ્યો છે.  મહેસાણા જીલ્લામાં પણ વડનગર, વિસનગર,ખેરાલું, સતલાસણા આમ તમામ તાલુકાઓમાં વરસાદ જામી પડ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ, થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જેના કારણે ખેતી પાકમાં નુકસાનની સાથે સાથે રોગચાળાની પણ દહેશત ફેલાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભર શિયાળામાં રોડ રસ્તા અને ખેતરો પાણીમાં ફેરવાઇ ગયા છે.

varsad


સુત્રોએ જણાવ્યું હતુ કે, ભરશિયાળે વરસાદ આવતાં ખેડૂતોને પોતાના પાકનો બગાડ થતાં ખેડૂતો હતાશ થઇ ગયા છે. સવારે વહેલા વરસાદ શરુ થતાં નોકરી, કામે જતાં લોકોને તકલીફ પડતાં લોકો પણ ઘરમાં પૂરાઇ ગયા છે. ખેડૂતોના પાકની વાત કરીયે તો કપાસ,ગવાર,તેમજ નવા પાકની વાવણીમાં ઘઉં વાવતાની સાથે વરસાદે એન્ટ્રી મારી હોવાથી પાક તણાઇ જવાની સંભાવના રહી છે. 
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં જો જિલ્લામાં પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ થાય તો અનેક જગ્યાએ ખેતી પાક ને મોટું નુકસાન થાય તેવી ખેડૂતો ને ચિંતા સતાવી રહી  છે.

varsad