બ્રેકિંગ@રાજકોટ: સોની બજારમાં 1476 કરોડથી વધુના બોગસ બિંલિગ કૌભાંડ ઝડપાયુ , જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટની સોની બજારમાં વીપી જવેલર્સને સીલ કરવામાં આવી છે. આ સાથે જ પારેખ બુલિયનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટના સોની બજારમાં 1476 કરોડથી વધુના બોગસ બિંલિગ કૌભાંડ ઝડપાયુ હતુ. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેના ટ્રાનજેક્શન જો તો વીપી જવેલર્સનું નામ સામે આવ્યુ હતુ. જો કે વી પી જ્વેલર્સના માલિકને વારંવાર જીએસટી દ્વારા બોલાવવા છતા પણ હાજર ન થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ બિલિંગ કૌભાંડ જે પણ સોની અને વેપારીના નામ સામે આવ્યા છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ આજે અમદાવાદમાં આવકવેરા ખાતાના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી હાથ ધરી છે.બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં છે.