બ્રેકિંગ@વડોદરા: કલેક્ટર કચેરીમાં આગ લાગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં દિવાળીની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી થઇ રહી છે. વડોદરામાં પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દિવાળીની રાત્રે લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જો કે દિવાળીની ઉજવણી દરમિયાન આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની છે. વડોદરા કલેક્ટર કચેરીમાં પણ આગ લાગવાની ઘટના બની. જો કે આગ હવે કાબુમાં આવી ગઇ છે.
વડોદરાના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આગ લાગવાની ઘટના બની હતી. કલેક્ટર કચેરીના ત્રીજા માળે આગ લાગી જતા અફરાતફરી મચી હતી.જે પછી તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી છે.ફાયર વિભાગની 5 ટીમે સ્થળ પર પહોંચીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઇ લીધી છે. તો આગમાં કચેરીના મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થયા હોવાની આશંકા છે. જો કે આગ કઇ રીતે લાગી તેનું કારણ અકબંધ છે. તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ સામે આવશે.