રીપોર્ટ@દેશ: બ્રિટન એવો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે જે દેશમાં કેન્સરના દર્દીઓને માત્ર 7 મિનિટમાં સારવાર

દિવસભર વધુ દર્દીઓની સારવાર કરવામાં સમક્ષ બનાવશે
 
રીપોર્ટ@દેશ: બ્રિટન એવો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે જે દેશમાં કેન્સરના દર્દીઓને માત્ર 7 મિનિટમાં સારવાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

દુનિયાભરમાં બ્રિટન એવો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે જે દેશમાં કેન્સરના દર્દીઓને માત્ર 7 મિનિટમાં સારવાર આપી રહ્યો છે. બ્રિટનની સરકારી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (NHS)દેશમાં પહેલી એવો ઈલાજ કરવા જઈ રહ્યો છે જેમાં કેન્સરના સેંકડો દર્દીઓને એક જ ઈન્જેક્શન વડે સારવાર આપનારી વિશ્વની પ્રથમ કંપની બનવા જઈ રહી છે અને આ સારવારનો સમય ત્રણ ચતુર્થાંશ સુધી ઓછો કરી શકે છે.

NHSના કહેવા પ્રમાણે એટેઝોલિઝુમાબ જેને ટેસેન્ટ્રિક પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે દર્દીઓને ડ્રિપ દ્વારા તેમની નસોમાં આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલાક દર્દીઓ માટે લગભગ 30 મિનિટ અથવા એક કલાકનો સમય થાય છે. ઘણા દર્દીઓમાં આ સમય વધારે લાગતો હોય છે. જ્યારે દવા તેમની નસોમાં પહોંચાડવી મુશ્કેલ થઈ જાય છે, પરંતુ આ નવી પદ્ધતિ દ્વારા હવે આ દવાને નસોમાંના બદલે ત્વચાની નીચે ઈન્જેક્શન આપવામાં આવશે. જેમા ઈંગ્લેન્ડ આવી સારવાર કરવામાં પ્રથમ દેશ હશે.

રિપોર્ટ પ્રમાણે વેસ્ટ સફોલ્ક એનએચએસ ફાઉન્ડેશન ટ્ર્સ્ટના સલાહકાર ઓન્કોલોજિસ્ટ ડો. અલેક્સજેંડર માર્ટિને કહ્યુ કે, "આ મંજૂરી અમને અમારા દર્દીઓ માટે વધુ અનુકૂળ અને ઝડપી સંભાળ આપવા માટે જ નહીં, પરંતુ અમારી ટીમોને દિવસભર વધુ દર્દીઓની સારવાર કરવામાં સમક્ષ બનાવશે." રોશે પ્રોડક્ટ્સ લિમિટેડના મેડિકલ ડિરેક્ટર મારિયસ સ્કોલ્ટ્ઝે કહ્યુ કે, "આ પ્રક્રિયામાં લગભગ 7 મિનિટનો જ સમય લાગે છે, જ્યારે વર્તમાનમાં આ સમયમાં 30 થી 60 મિનિટનો સમય લાગે છે.