બજેટ@અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.1501 કરોડનો વધારા સાથે રૂ. 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

જો તમારો પ્રોપ્રટી ટેક્સ 100 રૂપિયા હોય તો પહેલા 10 ટકાની એટલે કે રૂ.10ની રાહત મળતી હતી. હવે નવા વેરા માળખા મુજબ એડવાન્સના 12 ટકા તથા ઓનલાઇનનો 1% તથા જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેને એડવાન્સ ટેક્ષ પેટે 12% તથા ઓનલાઇનનો 1 ટકા અને તેમાં બીજા 2% વધારાની રાહત મળીને 15 ટકા એટલે કે રૂ.15નો ફાયદો થશે.