વેપાર@રાજકોટ: આઈડીયા ફોર્જનું 94 ટકા પ્રિમીયમે લીસ્ટીંગ, તો વળી સેન્સેક્સ 300 તૂટયો

શેરબજારમાં  આવી તેજીની જગ્યાએ  અચાનક મંદી .
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાય દિવસથી શેરબજારમાં તેજી જોવા મળી રહી હતી. આજે આજે આચાનક તેજીમાં ઘટાડો થતો જોવા મળ્યો. આજે શેરબજાર ભાવમાં વધરાના જગ્યાએ ઘટાડો થયો છે. શેરબજારમાં એકધારી તેજીને આજે બ્રેક લાગી હોય તેમ સેન્સેકસમાં 300 પોઈન્ટનું ગાબડુ પડયુ હતુ.આઈડીયા ફોર્જનું 94 ટકા પ્રિમીયમથી બમ્પર લીસ્ટીંગ થતા ઈન્વેસ્ટરોમાં ઉત્સાહનાં ઘોડાપુર ઉમટયા હતા.વિશ્વ બજારની મંદીનો પ્રત્યાઘાત હતો.જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી સંસ્થાઓની ચિકકાર ખરીદી, અર્થતંત્રમાં ધમધમાટ, સારૂ ચોમાસુ જેવા કારણોનો પ્રભાવ હોવાથી અંડરટોન પોઝીટીવ જ છે.એકધારી તેજીથી નફારૂપી વેચવાલીની અસરે ઘટાડો હતો..શેરબજારમાં આજે ટાટા મોટર્સ, ટાઈટન, મહિન્દ્ર, ટીસીએસ, ભારતી એરટેલ, મારૂતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, જેવા શેરો મજબુત હતા. એચસીએલ ટેકનો એચડીએફસી, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, નેસલે, પાવરગ્રીડ, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ, એપોલો હોસ્પીટલ વગેરે તૂટયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 292 પોઈન્ટના સુધારાથી 65493 હતો. તે ઉંચામાં 65898 તથા નીચામાં 65275 હતો નીફટી 103 પોઈન્ટના ગાબડાથી 19394 હતો. તે ઉંચામાં 19523 તથા નીચામાં 19345 હતો.દરમ્યાન શેરબજારમાં આજે આઈડીયા ફોર્જનું લીસ્ટીંગ થયુ હતું. આઈપીઓ વખતે ઈન્વેસ્ટરોમાં આકર્ષણ સર્જનાર કંપનીનૂં લીસ્ટીંગ 94 ટકા પ્રિમીયમથી થયુ હતું. કંપનીએ 672 માં શેર ઓફર કર્યા હતા. 1300 ના ભાવે તેનુ લીસ્ટીંગ થયુ હતું.