વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જાણો આજનો ભાવ

10 ગ્રામ 24 કેરેટ સોનું 1,272 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે 14 ઑક્ટોબરે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,272 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા પર આવી ગયું છે.

એક કિલો ચાંદીનો ભાવ 4,646 રૂપિયા ઘટીને 2.20 લાખ રૂપિયા થયો છે. જોકે, ત્રણ દિવસમાં સોનું લગભગ 3 હજાર રૂપિયા અને ચાંદી 6 હજાર રૂપિયા સસ્તી થઈ છે.

આ પહેલાં ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ હતી. 31 ઑગસ્ટે સોનું પ્રતિ 10 ગ્રામ 1.56 લાખ રૂપિયા હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું. તેવી જ રીતે, 1 કિલો ચાંદીનો ભાવ 2.37 લાખ રૂપિયાથી ઘટીને 2.22 લાખ રૂપિયા પર આવી ગયો.