આરોગ્ય@શરીર: ચણા ખાવાથી અનેક બીમારીઓ દૂર થઈ જશે અને બની જશો નિરોગી

 લોહીની બોટલ ચઢાવવાનો વારો આવશે નહીં.
 
 
આરોગ્ય@શરીર: ચણા ખાવાથી અનેક બીમારીઓ  દૂર થઈ જશે અને બની જશો નિરોગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચણા ખાવાથી હેલ્થને ગજબના ફાયદાઓ થાય છે. ચણામાં રહેલી તાકાત તમારા સ્વાસ્થ્યને અનેક રીતે મદદરૂપ થાય છે. ચણા સ્વાદમાં મસ્ત હોય છે. ઘણાં લોકોને દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવાની આદત હોય છે. જો કે હવે બજારમાં જાતજાતના ચણા મળે છે. દરરોજ તમે ભૂલ્યા વગર આ સમયે ચણા ખાઓ છો તો આ બીમારીઓ જડમૂળમાંથી દૂર થઇ જાય છે.ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન પ્રચુર માત્રામાં હોય છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ 50 થી 60 ગ્રામ શેકેલા ચણા ખાવા જોઇએ. તો જાણો કયા સમયે ચણા ખાવા જોઇએ.

કબજિયાતમાંથી રાહત: તમને વર્ષો જૂની કબજિયાતની તકલીફ છે તો તમે દરરોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ. એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી પેટ તરત સાફ થઇ જાય છે.

વજન ઉતારવામાં મદદરૂપ: તમે વજન ઉતારી રહ્યા છો તો દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવાનું શરૂ કરી દો. ચણા ખાવાથી જલદી ભૂખ લાગતી નથી. ચણામાં રહેલું ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે જેના કારણે તમને ભૂખ જલદી લાગતી નથી. આ સાથે ચણામાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે વજન ઉતારવામાં મદદરૂપ બને છે.

લોહીની ઉણપ દૂર થાય: તમારામાં હિમોગ્લોબિન ઓછુ છે તો તમે ચણા ખાવાનું શરૂ કરી દો. શેકેલા ચણામાં આયરનની માત્રા સૌથી વધારે હોય છે જે લોહીની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. ચણાનું સેવન તમે નિયમિત કરો છો તો ક્યારેય લોહીની બોટલ ચઢાવવાનો વારો આવશે નહીં.

ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય: રોસ્ટેડ ચણા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ થાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય તો તાવ તેમજ વાયરલ ફિવરની ઝપેટમાં તમે જલદી આવતા નથી. ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક: શેકેલા ચણા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને સુગર કંટ્રોલમાં રહે છે. આમ તમારું સુગર લેવલ વધ-ઘટ થાય છે તો તમે ચણા ખાવાનું શરૂ કરી દો. આમ, તમને જણાવી દઇએ કે ચણા હંમેશા સવારના સમયે ખાવા જોઇએ.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.