આરોગ્ય@શરીર: આ સરળ ઉપાયો કરવાથી થોડા દિવસોમાં જ તમને ઘૂંટણના દુખાવાથી રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુનિયામાં વધારે પ્રમાણમ લોકો ઘૂંટણના દુખાવાથી પરીશાન છે.પહેલાના જમાનામાં આ સમસ્યા વધતી ઉંમરના લક્ષણોમાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાનો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. જોકે ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ ઉંમરની અસર છે. બીજું કોઈ પોષક તત્વોની ઉણપ હોય શકે છે અથવા પડવાને કારણે ઈજા થઈ શકે છે. ક્યારેક આ દુખાવો સામાન્ય હોય છે તો ક્યારેક લાંબા સમયથી ચાલતા દુખાવાના કારણે લોકોને ઘણી મુંઝવણનો સામનો કરવો પડે છે.
પરંતુ જો તમને કોઈ વસ્તુ સાથે અથડાયા પછી તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે, જેને ઘણીવાર આંતરિક દુખાવો કહેવામાં આવે છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. ચાલો જાણીએ ફિઝિશિયન ડોક્ટર પાસેથી, ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવાની સરળ રીતો-
હળદર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. વાસ્તવમાં હળદર તેના ઔષધીય ગુણો માટે જ જાણીતી છે. તેમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે. આ માટે જરૂર મુજબ પાણીમાં એક ચમચી હળદર મેળવીને પેસ્ટ બનાવો અને ઘૂંટણ પર લગાવો. આમ કરવાથી તમને જલ્દી રાહત મળશે. આ પેસ્ટ દિવસમાં બે વાર પણ લગાવી શકાય છે.
ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે આદુને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. વાસ્તવમાં આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે પીડાને દૂર કરવામાં મદદ કરે છે. આદુ તમને સાંધાના દુખાવા કે સોજાથી પણ રાહત આપે છે. આ માટે આદુને નાના-નાના ટુકડા કરીને ગરમ પાણીમાં નાખો. હવે પાણીને ગાળી લો અને સ્વાદ માટે તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર બાદ આ પાણીને નિયમિત પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળશે.
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર એલોવેરામાં ઘૂંટણના દુખાવાને દૂર કરવાની ક્ષમતા હોય છે. આ માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આને લગાવવાથી દુખાવો ઓછો થશે, સાથે જ ઘૂંટણનો સોજો પણ ઓછો થશે. તેને બનાવવા માટે એલોવેરા જેલમાં થોડી હળદર પાવડર મિક્સ કરો. આ પછી તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. આનાથી દુખાવો અને સોજો ઓછો થઈ શકે છે.