સાવધાન@ગુજરાત: જો કરશો આવી ભૂલ તો 2 જ કલાકમાં નંબર બંધ થઇ જશે

વેરિફિકેશન માટે કોલ આવે તો સતર્ક રહેવું.
 
અમદાવાદ: ધોરણ-12 પૂરક પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

  • ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) નાગરિકોને કનેક્શન કાપની ધમકી આપતા કોલ નથી કરતું.
  • વેરિફિકેશન માટે કોલ આવે તો સતર્ક રહેવું.

 ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા દેશમાં મોબાઈલ ધારકો માટે એક મહત્વની ચેતાવણી જાહેર કરી છે. DoTએ નાગરિકો પર ફ્રોડ કોલમાં વધારો થવા વિશે જાણકારી આપી છે, હાલમાં સાયબર ફ્રોડ એવા કોલ કરી રહ્યા જેમા દાવો કરવામાં આવે છે કે, DoT દ્વારા બે કલાકની અંદર મોબાઈલ નંબરો બ્લોક કરી દેવામાં આવશે.

પરંતુ, હકીકતમાં ઠગો આવા કોલ્સ વ્યક્તિઓને છેતરવા અને સંભવિત રીતે તેમનું શોષણ કરવા માટે કરવામાં આવી રહ્યા છે.

DoT દ્વારા મોબાઈલ ગ્રાહકો માટે બે મહત્વપુર્ણ ગાઈડલાઈન

  • 1. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) નાગરિકોને કનેક્શન કાપની ધમકી આપતા કોલ નથી કરતું.
  • 2. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ આવા કોલ પર સાવધાની રાખે, સાવચેત રહે અને તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી શેર ન કરશો.

DoT દ્વારા કેટલીક સાવચેતી માટે લીસ્ટ જાહેર કર્યું છે.

વેરિફિકેશન માટે કોલ આવે તો સતર્ક રહેવું.

જો તમારી પાસે કનેક્શન કાપવાની ધમકી આપતાં કોલ આવે તો તેને કોઈપણ વ્યક્તિગત માહિતી માંગે તો, તેને એવી અંગત કોઈ પણ પ્રકારની માહિતી ન આપવાની સલાહ આપવામાં આવે છે.

સાવચેત રહેવું જરુરી છે

સાવધાન રહો કે DoT ફોન કોલના માધ્યમથી કનેક્શન બ્લોક કરવાની ચેતવણી નથી આપતું. આવા કોઈપણ કોલ શંકાસ્પદ માનવા.

ઘટના સંદર્ભે રિપોર્ટ કરો

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ https://cybercrime.gov.in પર કોઈપણ શંકાસ્પદ કોલની જાણ કરો.