સાવધાન@ગુજરાત: OTP વગર બેંક એકાઉન્ટમાંથી ઉપડી રહ્યા છે રૂપિયા, જાણો કેવી રીતે સુરક્ષિત રહેશો?

લોકોને સાઈબર ક્રાઈમથી સુરક્ષિત કરવા માટે એક નવુ એલર્ટ
 
સાવધાન@દેશ: વોટ્સએપ પર જોબ ઓફર પર ભરોસો કરવો મોંઘો પડશે,જોબના નામે આ ખાતા ખાલી  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારત સરકાર તરફથી સાઈબર ક્રાઈમને રોકવા માટે નવા પગલા ઉઠાવવામાં આવતા રહે છે. હવે એક વાર ફરી સરકારે નવુ એલર્ટ જારી કરી દીધુ છે. જેમાં લોકોને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલય તરફથી લોકોને સાઈબર ક્રાઈમથી સુરક્ષિત કરવા માટે એક નવુ એલર્ટ જારી કરી દેવાયુ છે. જેમાં જણાવાયુ છે કે કેવી રીતે લોકોની સાથે થનારા ક્રાઈમને અંજામ આપવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એલર્ટ જારી કરતા સ્કેમની બિલકુલ નવી રીત પકડી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે યૂઝર્સનું બેન્ક એકાઉન્ટ બિલકુલ ઝીરો થઈ જાય છે. ઘણા કેસમાં તો યૂઝર્સ પાસેથી OTP પણ માંગવામાં આવતો નથી એટલે કે જાણ કર્યા વિના જ લોકો સાથે આ છેતરપિંડી થઈ રહી છે. જેમાં સ્કેમર્સ લોકો સાથે હેકિંગથી બચાવવાનો દાવો કરે છે પરંતુ હકીકતમાં તે લોકો જ આને અંજામ આપી રહ્યા હોય છે.

એલર્ટ અનુસાર આમાં લોકો પાસેથી હેકિંગથી બચવા માટે એક નંબર પણ આપવામાં આવે છે. જેમાં કહેવામાં આવે છે કે તેઓ આ નંબર પર ડાયલ કરે અને જો તેઓ આવુ નહીં કરે તો તેનાથી તેમનો ફોન બંધ થઈ જશે. એટલે કે ફોન કોઈ કામનો રહેશે નહીં. ઘણા લોકો આને સમજી શકતા નથી પરંતુ હકીકતમાં આ સ્કેમ કરવાની એક જ રીત હોય છે *401#99963….45 (કોઈ પણ નંબર) પર ફોન કરવા માટે કહેવામાં આવે છે. દરમિયાન તમારે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે.

આવા સ્કેમથી જો તમે પણ પોતાને સુરક્ષિત રાખવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે આવા કોઈ પણ કોલનો જવાબ આપવાનો નથી. કેમ કે ફોન કે સિમ કાર્ડ હેક થવાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની માહિતી ફોન કરીને આપવામાં આવતી નથી. ઘણા કેસમાં યૂઝર્સ પર દબાણ બનાવીને તેમના ફોનમાં એપ પણ ડાઉનલોડ કરાવી લેવામાં આવે છે. જોકે આ VPN App હોય છે જે તમારા ફોનનો તમામ ડેટા ચોરી કરે છે. તેથી તમારે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે.