સાવધાન@ગુજરાત: મોબાઈલના કવરમાં પૈસા મુકવાનું બંધ કરી દેજો,નહી તો થઈ શકે છે મોટો બ્લાસ્ટ

કવરમાં નોટ અથવા અન્ય કોઈ કાગળ રાખો છો, તો સાવધાન થઈ જજો. 
 
સાવધાન@ગુજરાત: મોબાઈલના કવરમાં પૈસા મુકવાનું બંધ કરી દેજો,નહી તો થઈ શકે છે મોટો બ્લાસ્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજકાલ મોબાઈલ બ્લાસ્ટના કિસ્સા ખુબજ વધી ગયા છે.કોઈને-કોઈ જગયેથી મોબાઈલ ફૂટવાની ઘટના સામે આવી રહી છે.મોબાઈલ વપરાશકર્તાને ખાધ ધ્યાન રાખવું જોઈએ,નહીતો તેમની સાથે  દુર્ઘટના બની શકે છે.મોબાઈલના કવરમાં પૈસા મુકવાથી જીવલેણ દુર્ઘટના થઈ શક છે અને આપનો મોબાઈલ ફોન બ્લાસ્ટ થઈ શકે છે. હકીકતમાં જોઈએ તો, હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, મોબાઈલ ફોનમાં બ્લાસ્ટનો ખતરો વધી રહ્યો છે, તેમાં યુઝર્સની નાની નાની ભૂલ તેનું કારણ બની રહી છે. ત્યારે આવા સમયે જરુર છે કે, ફોનના કવરમાં નોટ અથવા કોઈ પણ પ્રકારના કાગળ ન રાખવામાં આવે.ફોનમાં બ્લાસ્ટ થવા પાછળ કેટલાય કારણ છે, તેમાંથી એક છે ફોનના કવરમાં નોટ રાખવી. હકીકતમાં જોઈએ કો, આપે મોટા ભાગે જોયું હશે કે, ફોન હીટ થવા પાછળનું સૌથી મોટુ કારણ છે ફોનમાં અથવા તો નોટ રાખી હોય અથવા ફોન પર મોટુ કવર લગાવેલું હોય.જ્યારે આપ સતત ફોનનો ઉપયોગ કરતા હોવ, તો ફોન ગરમ થવા લાગે છે. ફોનના કવરમાં રાખેલા પૈસા અથવા કવરના કારણે તેને ઠંડો થવા માટે સ્પેસ મળતી નથી. જેનાથી ફોન ઓવર હીટ થઈ જાય છે અને બ્લાસ્ટ પણ થઈ શકે છે.ફોનનું કવર મોટું હોય છે અને તેમાં પણ જો આપ પૈસા રાખો તો તેનાથી વાયરલેસ ચાર્જિંગમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.ફોનના કવરમાં નોટ રાખવાથી ઘણી વાર નેટવર્ટ ઈશ્યૂ પણ આવી શકે છે. ફોનને ચાર્જ પર લગાવીને ઉપયોગ કરવાથી પણ ફોન બ્લાસ્ટ થઈ શકે છે.જેવી રીતે ઉપર જણાવ્યા અનુસાર, ફોનના કવરમાં પૈસા રાખવાથી આપને કેટલાય નુકસાન થઈ શકે છે. જેમાં આપનો ફોન તો ફાટશે સાથે જ આપના જીવને પણ જોખમ છે. ત્યારે આવા સમયે આપ ઈચ્છો છો કે આપનો ફોન લાંબો સમય ચાલે અને બ્લાસ્ટ ન થાય તો આટલી વાતોનું અવશ્ય ધ્યાન રાખો.