ઉજવણી@ગુજરાત: 8થી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાન મનાવવામાં આવશે
78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
Aug 8, 2024, 09:08 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત મુજબ બંધ સિગ્નલ, લોકલ અને એસટી બસ પર તિરંગાનું વિતરણ થશે. તદુપરાંત રાજ્યના 14 હજારથી વધુ ગામ, નગરપાલિકા અને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે.