ઉજવણી@સુરેન્દ્રનગર: શ્રી વર્ણીન્દ્રધામ ખાતે છટ્ઠા મંગલ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.  શ્રી વર્ણીન્દ્રધામ, પાટડી ખાતે છટ્ઠા મંગલ મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત 500 લીટર દૂધથી મહાઅભિષેક દર વર્ષે શ્રી વર્ણીન્દ્રધામ પાટડી ખાતે હોળી-ધૂળેટી નિમિત્તે ત્રી-દિવસીય મંગલ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ 23/3/2024ના રોજ પ્રાત: બ્રહ્મમુહૂર્તમાં સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિરાટ સંતગણની હાજરીમાં મહોત્સવની ભવ્ય ઉજવણી શરુ થઇ હતી. મંગળા આરતી પછી 500 લીટર દૂધ, દહીં, શર્કરા, મધ અને ચંદન ઔષધીઓ તથા રંગો દ્વારા ભવ્ય અભિષેક યોજવામાં આવ્યો હતો.

અભિષેક પછી પૂજનોત્સવ અંતર્ગત મંદિરના પ્રાંગણમાં મહાયોગી ગોપાળાનંદ સ્વામીજી દ્વારા રચિત સ્વામીનારાયણ બીજ મંત્રનો યજ્ઞ,પ્રેમાનંદ સ્વામી રચિત આજ મારે ઓરડે રે.... ના અષ્ટપદો દ્વારા જલયાગ, ઓમ નમો ભગવતે સ્વમિનારાયણાય નમ: મંત્ર દ્વારા યજ્ઞશાળામાં યજ્ઞ તથા વર્ણીન્દ્ર ભગવાન સમક્ષ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામના મંત્રો દ્વારા પુષ્પાંજલી તથા ચરણાભિષેકનો પૂજનવીધી યોજવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સંતો દ્વારા 1100 કિલો શાકભાજીની ભવ્ય શાકહાટડીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાંજે શ્રી વર્ણીન્દ્ર ભગવાનની ભવ્ય નગરયાત્રામાં ઢોલ, શરણાઈ, ધજા,પતાકા અને મશાલ દ્વારા રથયાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં સંતો ભક્તો ભાવ વિભોર બન્યા હતા. આ ઉપરાંત શ્રી વર્ણીન્દ્ર ભગવાનને સમગ્ર દિવસ દરમિયાન અનેક રીતે સ્તુતિ પૂજન દ્વારા અનેક પ્રકારના લાડકોડ સંતો-ભક્તો દ્વારા લડાવવામાં આવ્યાં હતા.