ઉજવણી@કચ્છ: લક્કીનાળા સ્થિત બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો, જાણો કોણ હાથે ધ્વજવંદન કરાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેશભરમા ધ્વજવંદન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કચ્છના લક્કીનાળા સ્થિત બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

સરહદી વિસ્તારમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ અને દેશની એકતા, અખંડતા તથા સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતાનો સંદેશ અપાયો હતો. આ અવસરે જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, 176 બટાલિયનના CO યોગેશકુમાર, નારાયણ સરોવરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

નારાયણ સરોવર પોલીસ સ્ટાફ, વાયોર પોલીસ સ્ટાફ, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, તા. પં. પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા, આજુબાજુના સરપંચો, તાલુકાના આગેવાનો, વિકાસ રાજગોર, હરિસિંહ રોઠોડ સહિતના જોડાયા હતા. સમારોહ દરમિયાન વક્તાઓએ રાષ્ટ્રસેવા, સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એકજુટ રહી કાર્ય કરવાની અપીલ કરી હતી.

