ઉજવણી@ડાંગ: ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલ પર્વની ભારે હર્સોલ્લાસથી ભવ્ય ઉજવણી કરાઇ

ઇસુ ખ્રિસ્તના જન્મદિન નાતાલની  ઉજવણી
 
ઉજવણી@ડાંગ: ખ્રિસ્તી બંધુઓ દ્વારા  નાતાલ પર્વની ભારે હર્સોલ્લાસથી ભવ્ય  ઉજવણી કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ડાંગ જીલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા  નાતાલ પર્વની ભારે હર્સોલ્લાસથી ભવ્ય  ઉજવણી કરાઇ હતી.ડાંગ જીલ્લા માં ઇસુ ખ્રિસ્તના જન્મદિન નાતાલની  ઉજવણીને લઇ ખ્રિસ્તી  સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 

ડાંગ જિલ્લાના આહવા, વધઇ અને સુબિર તાલુકાના ગામો માં આવેલા ચર્ચને ભવ્ય રોશનીના થી શણગાર કરી પ્રેમ શાંતિ સહનશીલતા આનંદના પ્રતિકસમા ઈસુના જન્મદિનની ગતરાતે 12 વાગ્યે ખ્રિસ્તી ભાઇ-બહેનો દ્રારા શાનદાર ઉજવણી કરી ઇસુના જન્મને ભારે ઉત્સાહથી વધાવી લીધો હતો.

વહેલી સવારે ડાંગ ના અનેક ગામો માં પવિત્ર સ્થાન એવા ચર્ચ (દેવળ) માં ખાસ પ્રાર્થના યોજવામાં આવી હતી આ પ્રાર્થના પુણઁ થયા બાદ ખ્રિસ્તી બિરાદરોએ એકબીજા ને નાતાલની શુભેચ્છાઓ પાઠવી દરેક નાગરિક પ્રેમ શાંતિ આનંદ સહનશીલતા દયાભાવના જેવા ગુણો નો સ્વિકાર કરી પોતાનુ જીવન ઇશ્વરને પસંદ પડે તે રીતે જીવી શકે તે માટે ના સંકલ્પ લેવા માં આવ્યા હતા.

રાત્રિના સમયે પણ નાતાલની પ્રાર્થના અને ત્યારબાદ ડાંગ ના અનેક ગામો માં આવેલા ચર્ચમાં સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ પ્રેમીઓ ઉમટી પડયા હતા જયારે ડાંગના આદિવાસી ખ્રિસ્તી સમુદાય ના લોકો દ્વારા નાતાલ પર્વ નિમિતે ગામ માં સમુહ ભોજન રાખી નાતાલ પર્વ ની ઉજવણી કરી હતી.

બાળકોમાં પ્રિય એવા સાન્તાક્લોઝએ બાળકોને ખુબ પ્રેમથી ચોકલેટ.મીઠાઈ તેમજ વિવિધ ભેટ આપી હતી.બાળકો ને ખુશ કર્યા હતા. આ પ્રસંગે ડાંગ ના ધારાસભ્ય વિજય પટેલ માજી જીલ્લા પંચાયત ના પ્રમુખ મંગળ ગાવિતે ખ્રિસ્તી સમુદાય ના લોકોને નાતાલ ની શુભેચ્છા પાઠવી હતી.

ક્રિસમસ આવતાની સાથે જ મનમાં પહેલું નામ સાન્તાક્લોઝનું આવે છે. નાનપણથી જ તમે સાંભળ્યું હશે કે નાતાલના દિવસે સાંતા આવે છે અને બાળકોને ઘણી બધી ભેટ આપે છે. 

તસ્વીરોમાં તે રેન્ડીયર ગાડી ચલાવતા જોવા મળે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ક્રિસમસ અને જીસસના જન્મનો એકબીજા સાથે સીધો સંબંધ નથી પરંતુ તેમના વિના ક્રિસમસ અધૂરી માનવામાં આવે છે.

સમગ્ર ડાંગ જિલ્લામાં નાતાલની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  જિલ્લા ભરમાં આવેલા તમામ દેવળો સહીત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી પોલીસ જવાનોની ટીમ તૈનાત કરાઇ હતી.