ઉજવણી@ગુજરાત: દિવાળીના પર્વ પર ઝગમગી ઉઠ્યા શહેરો, રંગબેરંગી લાઇટ્સ-રોશનીની ઝાકમઝોળ
વિદેશના રસ્તાઓ અને ઈમારતોને ઝાંખી પાડે એવાં લાઈટિંગ અને શણગાર માર્ગો
Oct 20, 2025, 18:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો છે. વડોદરા અને રાજકોટને રંગબેરંગી લાઇટ્સથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.. તો રાજ્યના અંબાજી સહિતના શક્તિપીઠને પણ લાઇટોનો શણગાર કરવામાં આવ્યો છે. દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી પર્વને લઈને વડોદરા અને રાજકોટ શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યાં છે. વિદેશના રસ્તાઓ અને ઈમારતોને ઝાંખી પાડે એવાં લાઈટિંગ અને શણગાર માર્ગો, સર્કલ્સ અને ઇમારતો પર કરવામાં આવ્યો છે.
જેને જોવા માટે અને વીડિયો-ફોટો લેવા માટે રોજ રાત્રે વડોદરાવાસીઓ અને રાજકોટવાસીઓ રસ્તા પર ઉતરી આવે છે. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા પણ જોવા મળે છે. શક્તિપીઠ અંબાજી મંદિરને પણ વિવિધ પ્રકારની રોશનીથી શણગારવામાં આવ્યું છે. તો આવો જોઇએ વડોદરા, રાજકોટ અને અંબાજીની લાઇટિંગના અદભૂત દૃશ્યો..