ધાર્મિક@ગુજરાત: બહુચરાજી ખાતે 21થી 23 એપ્રિલ સુધી ચૈત્રી પૂનમનો મેળો યોજાશે

મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ક
 
ધાર્મિક@ગુજરાત: બહુચરાજી ખાતે 21થી 23 એપ્રિલ સુધી ચૈત્રી પૂનમનો મેળો યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો પવિત્ર માનવામાં આવે છે. બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. તારીખ 22 એપ્રિલ ચૈત્ર સુદ 14ને રાત્રે કલાકે બહુચરાજી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સૌ યાત્રાળુ, ભક્તોને લાભ લેવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બહુચરાજી ચૈત્રી પૂનમના મેળા દરમિયાન 23 એપ્રિલ ચૈત્ર સુદ પૂનમના દિવસે યાત્રાળુઓ માટે બપોર તથા સાંજે મફત ભોજન પ્રસાદની વ્યવસ્થા અન્નપૂર્ણા ભોજનાલય ખાતે કરવામાં આવી છે તેમજ ચૈત્ર સુદ પૂનમને 23 એપ્રિલ ના રોજ રાત્રે 9:30 કલાકે માતાજીની સવારી નિજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.

જેથી યાત્રિકો માટે ચૈત્ર સુદ 14ને સોમવાર 22 એપ્રિલ ના રોજ સવારે 5 કલાકથી 23 એપ્રિલ ને મંગળવારના રોજ પૂનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે નિજ મંદિરના દ્વાર સતત ખુલ્લા રહેશે.