ચકચાર@પાટણ: શાકભાજીની લારી ઉભી રાખવાને લઇ મહિલાને માર માર્યો, 4 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણમાં આજે બપોરના સમયે શાકભાજીનું વેચાણ કરતી મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે બજારમાં શાકભાજીની લારી લઇને ઉભેલી મહિલાને એક ઇસમે તું કેમ અહીં લારી ઉભી રાખે છે ? તેવું કહી ગાળાગાળી કરી હતી. જેથી મહિલાની ગાળો બોલવાની ના પાડતાં ઇસમનું ઉપરાણું લઇ અન્ય ત્રણ વ્યક્તિઓ
 
ચકચાર@પાટણ: શાકભાજીની લારી ઉભી રાખવાને લઇ મહિલાને માર માર્યો, 4 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણમાં આજે બપોરના સમયે શાકભાજીનું વેચાણ કરતી મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે બજારમાં શાકભાજીની લારી લઇને ઉભેલી મહિલાને એક ઇસમે તું કેમ અહીં લારી ઉભી રાખે છે ? તેવું કહી ગાળાગાળી કરી હતી. જેથી મહિલાની ગાળો બોલવાની ના પાડતાં ઇસમનું ઉપરાણું લઇ અન્ય ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકોએ મહિલાને ગડદાપાટુનો માર અને ચપ્પુ માથાના ભાગે મારતાં મહિલા લોહીલુહાણ બની હતી. જે બાદમાં સારવાર કરાવીને મહિલાએ ચારેય સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના ભૈરવ રોડ પર આસોપાલવ સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં શાકભાજીની લારી લઇ ઉભેલી મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. દિવાબેન ભરતભાઇ દેવીપુજક નામની મહિલા આજે બપોરના સમયે શાકભાજીની લારી લઇ ઉભી હોઇ વિજય પટણી નામનો ઇસમ ત્યાં આવી ચડ્યો હતો. વિજયે મહિલાને અહીં કેમ શાકભાજીની લારી ઉભી રાખી છે તેમ કહી ગાળાગાળી કરી હતી. જેથી મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમનું ઉપરાણુ લઇ, રાજુભાઇ, કાંતાબેન અને ભરતભાઇએ દોડી આવી મહિલાને નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ચાર વ્યક્તિઓએ ભેગા મળી મહિલાને માર મારતાં મહિલા ઇજાગ્રસ્ત બની હતી. વિજય પટણીએ પોતાના છકડામાંથી લોખંડનું અણીદાર ચપ્પુ લાવી મહિલાને માથાના ભાગે મારતાં લોહીલુહાણ બની હતી. જે બાદમાં મહિલાને તાત્કાલિક ખાનગી રીક્ષામાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જે બાદમાં મહિલાને પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ચારેય સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે આઇપીસી 323, 324, 114, 294(b), 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.