છેતરપિંડી@અમદાવાદ: કેવાયસી અપડેટ કરવાનું કહી ગઠિયાએ યુવતી પાસેથી 15.35 લાખ પડાવી લીધા

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફોડના કેસ  ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ફ્રોડના બનાવો સામે આવતા હોય છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં એમડીનો અભ્યાસ કરી રહેલી તબીબ યુવતીને ફોન કરી બેંકનો કર્મચારી બોલતો હોવાનું કહીને એકાઉન્ટને લગતા કેવાયસી અપડેટ કરાવવાની વાત કરીને બેંકનું આઈડી, પાનકાર્ડની વિગતો અને ઓટીપી મેળવી લીધા હતા. બાદમાં યુવતીના એકાઉન્ટમાંથી રૂપિયા 14.87 લાખની લોન તથા એકાઉન્ટમાં કુલ રૂપિયા 49 હજાર ઉપાડી કુલ રૂપિયા 15.35 લાખની ઠગાઈ કરી હતી.

આ બાબતે તબીબ યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ મધ્ય પ્રદેશના રતલામની અને હાલ બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલમાં રહેતી ભારતી ભાગ્યવાની (24) એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગત 21 ફેબ્રુઆરીના દિવસે તે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં હતી, તે સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે એક્સિસ બેંકમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં બેંક એકાઉન્ટને લગતું કે.વાય.સી. અપડેટ કરવું અનિવાર્ય છે, જેથી તમે કે.વાય.સી. અપડેટ કરાવો તેમ કહીને ભારતીનું બેંક આઈડી તથા પાન કાર્ડની વિગતો આપી હતી. બાદમાં ઓટીપીનો મેસેજ આવ્યો હોવાથી તે ઓટીપી પણ આપી દીધો હતો. તે સમયે બેંકના કર્મચારીની ઓળખ આપનારા વ્યક્તિએ બેંકના સર્વરમાં પ્રોબ્લેમ હશે જેથી હું ચેક કરીને થોડીવારમાં તમને જણાવું છું તેવી વાત કરી ફોન કાપી નાખ્યો હતો.

થોડા સમય પછી ભારતીના એકાઉન્ટમાંથી અલગ અલગ છ ટ્રાન્જેક્શન થઈને પૈસા કપાઈ ગયા હતા. જેની તેમને જાણ થતા આવેલા નંબર પર કોલ કર્યો તો કોઈએ કોલ ઉપાડ્યો ન હતો. જેથી બેંકમાં ફોન કરીને માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના ખાતામાંથી રૂપિયા 14.87 લાખની પ્રિએપ્રૂવલ લોન થઇ છે અને બીજા રૂપિયા 49 હજાર ઉપાડી લીધા હોવાનું જણાયું હતું. તેથી અજાણ્યા શખ્સે કેવાયસી અપડેટ કરાવવાનું કહીને પોતાની સાથે ઠગાઈ કરી હોવાની જાણ થતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.