છેતરપિંડી@જામનગર: પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ આપવાના બહાને ખંખેર્યા

એડમીશન આપવાના બહાને એક શખ્સે 15 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની ફરીયાદ
 
 છેતરપિંડી@જામનગર: પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ આપવાના બહાને ખંખેર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં છેતરપિંડીના બનાવો ખુબજ વધી ગયા છે.ઠગો લોકોને ઠગી રહ્યા છે.જામનગરના જાણીતા તબીબે તેના પુત્રને મેડીકલ કોલેજમાં એડમીશન માટે લાખો રૂપિયા ગુમાવ્યા. M.D.ના અભ્યાસ માટે એન.આર.આઈ. ક્વોટામાં એડમીશન આપવાના બહાને એક શખ્સે 15 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઈ છે. M.D. ના અભ્યાસ માટે ઈન્દોરની ખાનગી કોલેજમાં એન.આર.આઈ ક્વોટામાં એડમીશન આપવાનુ કહીને લાખો રૂપિયા મેળવી લીધા. એડમીશન અન્ય કોલેજમાં મેરીટ પર મળતા પૈસા પરત માંગતા ના આપતા પોલીસને જાણ કરી.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. NRI ક્વોટામાં એડમિશન અપાવવાના નામે ખંખેર્યા 15 લાાખ જામનગર શહેરમાં ખાનગી હોસ્પીટલ ધરાવતા જાણીતા તબીબ ડો હિમાંશુ પાઢ સાથે 15 લાખની છેતરપીંડી થઈ હોવાની પોલીસને ફરીયાદ આપી છે. તેમના 25 વર્ષીય પુત્ર નિસર્ગને એમ.બી.બી.એસ નો અભ્યાસ પૂર્ણ કરતા એમ.ડી ના અભ્યાસ માટે અલગ-અલગ યુનિવર્સીટી અને કોલેજની તપાસ કરતા હોય તે દરમિયાન ધવલ સંઘવીને મળ્યા. જેણે ઈન્દોરની કોલેજમાં એન.આર.આઈ ક્વોટામાં એડમીશન અપાશે.

અનેક વિધાર્થીઓને એડમીશન આપ્યા છે. તેવુ જણાવ્યુ. કોલેજમાં NRI ક્વોટાની કોઈ સીટ ન હોવાનુ તપાસમાં સામે આવ્યુ ઈન્દોરમાં સીટ ખાલી છે. જો વહેલુ કરે તો એડમીશન થઈ જાય તેવુ જણાવી પહેલા 10 લાખ અને બાદ અન્ય 5 લાખની રકમ મેળવી.

પરંતુ તે દરમિયાન તેના બાળકને અન્ય જગ્યાએ મેરીટ પર એડમિશન મળ્યુ. તેથી ધવલ પાસેથી રકમ પરત માંગી. ડૉ હિમાંશુ પાઢે આ રકમ માંગતા વિવિધ બહાના કર્યા. રકમ કોલેજમાં ભરી છે જે પરત મળતા આપી દેશે.

ત્યારે કોલેજમાં સંપર્ક કરતા જાણવા મળ્યુ કે એન.આર.આઈ ક્વોટા સીટ નથી. અને ધવલ સંઘવીને કોઈ ઓળખતુ નથી. તેથી પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતા પોલીસને જાણ કરી. અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

: જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી ગત વર્ષે એડમિશન માટે 15 લાખ ગુમાવ્યા શહેરના સીટી સી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને શોધવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આશરે 15 માસ પહેલા આપેલા નાણા અંગે મોડે-મોડે ફરીયાદ નોંધવામાં આવી છે. ગત વર્ષે એડમીશન માટે તબીબે 15 લાખ રૂપિયા ગુમાવ્યા અને જે પરત ના મળતા પોલીસની મદદ લીધી. પોલીસે આરોપીને શોધવા પ્રયાસો શરૂ કર્યા છે. આ અગાઉ પણ આ જ પ્રકારે એડમિશનના નામે લાખો રૂપિયા કેટલાક વિધાર્થીઓ પાસે પડાવ્યા હોવાની ફરીયાદ નોંધાઈ હતી. તે કેસમાં આ જ આરોપી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો