છેતપિંડી@સુરત: યુવક લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાઈને છેતપિંડીનો ભોગ બન્યો

યુવક સાથે મંદિરમાં લગ્ન કર્યા અને પછી ફરાર
 
છેતપિંડી@સુરત: યુવક લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાઈને છેતપિંડીનો ભોગ બન્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે. સુરતના સરથાણા વિસ્તારનો વધુ એક યુવક લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાઈને છેતપિંડીનો ભોગ બન્યો છે.

લૂંટેરી દુલ્હને યુવક સાથે મંદિરમાં લગ્ન કર્યા અને પછી ફરાર થઈ ગઈ. માહિતી મુજબ યુવકને પહેલી પત્ની સાથે ન બનતું હોવાથી તેની સાથે છૂટાછેટા લીધા હતા.

પરંતુ દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ. જે બાદ પરિવાર દ્વારા યુવકનો સંપર્ક વિપુલ ડોબરિયા, જ્યોતિબેન સાથે થયો, જેમણે સંજના નામની યુવતીનો ફોટો યુવકને બતાવ્યો હતો. યુવકને યુવતી ગમતા લગ્ન માટે રાજી થઈ ગયો હતો.

આ માટે બંને ઠગબાજોએ યુવક પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં જ્યોતિ અને વિપુલ બંને માસ્ટરમાઈન્ડ છે. જ્યોતિ ઘરકામ કરતી યુવતીઓને પૈસા કમાવાની લાલચ આપીને લુંટેરી દુલ્હન બનાવતી હતી.

ત્યાર બાદ લગ્ન વાચ્છૂક યુવાનોને શોધી તેમને શિકાર બનાવતા હતા. આ ટોળકીમાં વિપુલ અને જ્યોતિ સિવાય ચાર જેટલી 20થી 25 વર્ષની દુલ્હનો છે.

જોકે, ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.