ચોંક્યા@અમદાવાદ: કાચુ સોનું આપવાના વાયદામાં ખતરનાક છેતરપિંડી, 85 લાખની ઠગાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજકાલ દુનિયામાં ઠગાઈની ઘટનો ખુબજ બનતી હોય છે.આવીજ એક ઠગાઈની ઘટના જામનગરમાં બની છે,આ ઘટના સોના બાબતે બની છે.લોકોએ કોઈની પર વિશ્વાસ મુકતા પહેલા તેના વિશે વિગતે જાણકારી લઇ લેવી પછી તેના પર વિશ્વાસ કરીને લેવડ-દેવડનું કામ કરવું જોઈએ.આરોપીઓએ યુવકને કાચુ સોનું આપવાનો વાયદો કરી કાવતરુ રચી આંગડિયા પેઢી મારફતે 1.35 કરોડ મગાવી 85 લાખ મેળવી લઇ સોનુ ન આપી ઠગાઇ આચરી હતી. બાપુનગર પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.વટવામાં રહેતા કૃણાલભાઇ પટેલ રખિયાલમાં કારખાનું ધરાવે છે.તેઓ અલગ અલગ જગ્યાએથી કાચુ સોનું ખરીદી રિફાઇન કરી પ્યોર ગોલ્ડ બનાવવાનું કામ કરે છે. આ સોનું બનાવી તેઓ ઓર્ડર મુજબ બજારમાં વેચાણ કરે છે. સાતેક માસ પહેલાં ધંધાના વેપારીઓથી અભિષેક નામના દલાલનો રેફરન્સ મળ્યો હતો. કૃણાલભાઇએ તેની સાથે બે વખત સોનાનો સોદો કર્યો હતો.
ત્યારબાદ આ અભિષેકે અન્ય લોકોનો સંપર્ક કરાવી આપ્યો હતો. આ શખ્સોએ ધીમે ધીમે પરિચય કેળવીને સોનાના સોદાની વાતો કરી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવકને કાચુ સોનું આપવાનો વાયદો કરી સોનાના સોદાનો ઢોંગ કર્યો હતો. બાદમાં આરોપીઓએ કાવતરુ રચી આંગડિયા પેઢી મારફતે 1.35 કરોડ મગાવી 85 લાખ મેળવી લઇ કાચુ સોનું ન આપી ઠગાઇ આચરી હતી. કૃણાલભાઇએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અભિષેક લીયાકત લાખા, અશોક જોષી, આકાશ, રીયાઝખાન પઠાણ, ભરતભાઇ, તરુણસિંહ જાડેજા, હનીફ મીર, મહોમદ સાજીદ, મોહનલાલ અને હાર્દિક ચૌહાણ સામે 85 લાખની ઠગાઇની ફરિયાદ બાપુનગર પોલીસમાં નોંધાવી છે.