બનાવ@વડોદરા: ગણપતિની સ્થાપના માટે પ્રતિમા લઇ જતા બે કોમ વચ્ચે અથડામણ

પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે
 
બનાવ@વડોદરા: ગણપતિની સ્થાપના માટે પ્રતિમા લઇ જતા બે કોમ વચ્ચે અથડામણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આગામી 19 તારીખે જ્યારે ગણેશ ચતુર્થી નિમિતે ઠેર ઠેર ગણપતિની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વડોદરાના સાવલિમાં એક ઘટના સામે આવી છે. જેમાં ગણપતિની પ્રતિમા લઈ જતાં સમયે બે જુથ વચ્ચે પત્થર મારો થયો છે. મહત્વનુ છે કે પરિસ્થિતી બેકાબૂ બની હતી. અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બે કોમ વચ્ચે થયેલી જુથ અથડામણમાં બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એચએએલ તમામ જે પરસ્થિતી છે ટેન અપાર પોલીસ નજર રાખી રહી છે.

આ અગાઉ ખેડાના ઠાસરામાં પણ પથ્થરમારોની ઘટના બની હતી. જેમાં પોલીસે 8 લોકોની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનામાં કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઠાસરા પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિન્દુ ફરિયાદીએ 4 મુસ્લિમ લોકોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને અન્ય 70 મુસ્લિમ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

શિવજીની શોભાયાત્રામાં મુસ્લિમ લોકોએ પથ્થરમાર્યો કર્યાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુસ્લિમ ફરિયાદીએ 1500 હિન્દુઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તો તેમને મદરેસા અને દરગાહ સહિત વાહનોને નુક્સાન પહોંચાડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

જોકે વડોદરામાં બનેલી આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જવાબદાર લોકોને પકડીઓ કાર્યવાહી કરવામાં આવશે. જેને પાટે પોલીસ સતર્ક બની છે. હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે.