વાતાવરણ@ગુજરાત: ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો પ્રકોપ શરૂ થયો, જાણો વધુ
માર્ચ આવતાં ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલાં જ ગરમીએ જોર પકડ્યું છે
Feb 23, 2025, 07:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. હવે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે.
સામાન્ય રીતે માર્ચ આવતાં ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલાં જ ગરમીએ જોર પકડ્યું છે, જેના કારણે ગુજરાતીઓને ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માર્ચ પહેલાં જ તાપમાનનો પારો ઊંચકાયો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા શિયાળાની વિદાયના સંકેત દેખાઈ રહ્યા છે.