દુર્ઘટના@પોરબંદર: લેન્ડિગ સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 3નાં મોત

મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
 
દુર્ઘટના@પોરબંદર: લેન્ડિગ સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 3નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલી ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહિદ થયા હતા. એર એન્કલી ખાતે ALH ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેશ થતાં ​​​​​3 લોકોના મોત થયા છે.

જેમાં 2 પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેડકવાર્ટર આવેલું છે. અહીં એરપોર્ટ નજીક કોસ્ટગાર્ડનું એર એન્કલીવ આવેલું છે. આજે બપોરના 12 વાગ્યા આસપાસ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું તે દરમિયાન તે એકાએક થતાં મોટો ધડકો થયો હતો.

આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. જેના કારણે પાયલોટ સહિતના ત્રણ જવાનો સુધીરકુમાર યાદવ, મનોજકુમાર અને સૌરભ નામના ત્રણ જવાનો પણ શહિદ થયા હતા.