છેતરપિંડી@ગુજરાત: સ્વામી સહિત 8 સામે જમીનના નામે 1.76 કરોડ પડાવ્યાની ફરિયાદ

વડતાલ સ્વામીનારાયણ મંદિરને અરવલ્લીના લીંબ અને માથાસુરીયા ગામ ખાતે પોઈચા જેવુ સ્વામીનારાયણ મંદિર અને ગૌ શાળા બનાવવા માટે 500 વીઘા જમીન ખરીદવાની છે.
 
ફ્રોડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘અમે વડતાલ સ્વામીનારાયણ મંદિરના નૌતમ સ્વામીના શિષ્યો છીએ,વડતાલ સ્વામીનારાયણ મંદિરને અરવલ્લીના લીંબ અને માથાસુરીયા ગામ ખાતે પોઈચા જેવુ સ્વામીનારાયણ મંદિર અને ગૌ શાળા બનાવવા માટે 500 વીઘા જમીન ખરીદવાની છે. તે માટેનું બધુ જ ફંડિંગ વિદેશથી આવવાનુ છે.

હાલમાં તમે રોકાણ કરો તો વધારે ફાયદો થશે, તેવું કહીને જૂનાગઢ, અંકલેશ્વર અને આણંદના સ્વામીનારાયણ મંદિર અને ગૌ શાળાના 4 સ્વામી સહિત 8 જણાંએ ભેગા મળી એક જમીન દલાલ પાસેથી રૂ.1.76 લાખ પડાવી લીધા હતા. આ અંગે જમીન દલાલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

ફરિયાદમાં દેવપ્રકાશ સ્વામી- આણંદ, માધવ પ્રિય સ્વામી- અંકલેશ્વર, વિજય પ્રકાશ સ્વામી -જૂનાગઢ, જયકૃષ્ણ સ્વામી- જૂનાગઢ, ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ-દહેગામ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ -અરવલ્લી, સુરેશભાઈ તુલશીભાઈ ઘોરી-અમદાવાદ, લાલજીભાઈ બાવભાઈ ઢોલા-સૂરતનો સમાવેશ થાય છે.