રિપોર્ટ@ભરૂચ: નવી ફેક્ટરીની ફાઇલની મંજૂરી માટે 1.25 લાખની લાંચ માગતા ફરિયાદ

 લાંચ માટેના 1.25 લાખ‎રૂપિયા આપ્યાં હતાં.
 
રિપોર્ટ@ભરૂચ: નવી ફેક્ટરીની ફાઇલની મંજૂરી માટે  1.25 લાખની લાંચ માગતા ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં લાંચના કેસ ખુબજ વધી ગયા છે. કોઈ પણ કામ કરાવવા માટે લાંચ આપવી પડતી હોય છે. ભરૂચમાં નવી ફેક્ટરી નાંખવાની હોઇ‎એક શખ્સે ભરૂચની ઔદ્યોગિક‎સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં‎પોતાની નવી ફેક્ટરીના પ્લાનના‎નકશા તેમજ જરૂરી દસ્તાવેજો સહિત‎પરફોર્મા મુજબની અરજી કરવામાં‎આવી હતી. જે અરજી સેફ્ટી એન્ડ‎હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર‎જીગર જગદિશચંદ્ર પટેલ પાસે ગઇ‎હતી. જેમાં તેણે કેટલીંક ક્ષતિઓ‎હોવાનું જણાવ્યું હતું. તેમજ તે તમામ‎ક્ષતિઓનું નિરાકરણ લાવી ફાઇલ‎પાસ કરવાના અવેજમાં શખ્સ પાસેથી‎1.25 લાખની લાંચની માગણી કરી‎હતી જેના પગલે શખ્સે સુરત ગ્રામ્ય‎એસીબીનો સંપર્ક કર્યો હતો.તેમણે‎તમામ કેફિયત રજૂ કરી ફરિયાદ‎આપતાં એસીબી પીઆઇ આર. કે.‎સોલંકી તેમજ તેમની ટીમે ગુરૂવારે‎છટકું ગોઠવવાનું નક્કી કર્યું હતું. ટીમે‎શખ્સને લાંચ માટેના 1.25 લાખ‎રૂપિયા આપ્યાં હતાં. જે રૂપિયા લેવા‎માટે ડેપ્યુટી ડિરેક્ટર જીગર પટેલે‎પોતાના ચેમ્બરમાં બોલાવતાં શખ્સે‎ત્યાં જઇને રૂપિયા તેમને આપતાં તે‎તેમણે સ્વિકારતા જ ટીમે રેડ પાડી‎તેમને રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં.‎

વર્ગ-2ના અધિકારી હોવાને કારણે લાંચ લેતાં ઝડપાયેલાં જીગર‎પટેલ અંદાજે 80થી 90 હજારના પગારદાર હોવાનું સુત્રોમાંથી‎જાણવા મળી રહ્યું છે. એસીબીની ટીમ દ્વારા તેમની ધરપકડ કરાયાં‎બાદ હવે તેમની સ્થાવર-જંગમ મિલકતની વિગતો એકત્ર કરવામાં‎આવશે.‎ અધધ.. 1.25 લાખની લાંચ લેવામાં ઝડપાયેલાં જીગર જગદિશચંદ્ર‎પટેલ છેલ્લાં બે વર્ષથી ભરૂચની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ‎વિભાગમાં મદદનીશ નિયામક તરીકે વર્ગ-2ના અધિકારી તરીકે‎ફરજ બજાવતાં હતાં. જ્યારે તેઓ હાલમાં ભરૂચના ભોલાવમાં‎આવેલી અવધૂતનગર-2માં મકાન નંબર 26 માં રહેતાં હતાં. જોકે, તે‎મકાન ભાડેથી હતું કે કેમ તેની વિગતો મળી નથી.‎

એસીબીની ટીમે જીગર પટેલને 1.25 લાખની લાંચ લેતાં ઝડપી‎પાડતાં વિભાગમાં ફરજ બજાવતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાંટ‎ફેલાયો હતો. એસીબીની ટીમ દ્વારા તેમના તેમજ તેમના‎પરિવારજનો એકાઉન્ટ તપાસવામાં આવશે.‎