ક્રાઈમ@ટંકારા: બાઈક ચલાવવા બાબતે ત્રણ શખ્સોએ તરુણને માર માર્યાની ફરિયાદ

 ટંકારા પોલીસમાં નોંધાઈ છે
 
ક્રાઈમ@ટંકારા: બાઈક ચલાવવા બાબતે ત્રણ શખ્સોએ તરુણને માર માર્યાની ફરિયાદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

નોધાવી છે કે તેમનો ૧૪ વર્ષીય દીકરો હિતેષ હરબટીયાળી ગામે આવેલી સ્વામિનારાયણ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.નવનિતભાઇને તેમના ભત્રીજા મારફત જાણ થઈ હતી કે, તેમના દીકરા હિતેષને આરોપી ગણેશભાઇ ડુંગરભાઇ નમેરાએ માર માર્યો હતો.જેથી નવનિતભાઇ અન્ય પરિવારજનો સાથે હરબટીયાળી ગામે આવેલી સ્વામિનારાયણ હાઇસ્કુલ પાશે પહોંચ્યા હતા.
જ્યાં જાણવા મળ્યું હતું કે, આરોપી ગણેશભાઇએ તેમના દીકરા હિતેષને કહ્યું હતું કે, કેમ રોડ પર મોટરસાયકલ ફૂલ સ્પીડમાં ચલાવો છો એ સમયે હિતેશે કહ્યું હતું કે મને તો મોટરસાયકલ ચલાવતા પણ નથી આવડતું. આ સાંભળીને આરોપી ગણેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે હિતેશ ને કહ્યું હતું કે તમે કેવા છો તે હું ઓળખું છું. તેમ કહી હિતેશના ગાલ પર ફડાકા ઝીંક્યા હતા અને તેના પગ પર પાટા મારીને મૂંઢ મારમાર્યો હતો.

એ સમયે સ્વામિનારાયણ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ આર.જે.મુછારાએ પણ આરોપી ગણેશભાઈ નો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે આ કેટલા મોટા માણસો છે. તને ખબર છે તેમ કહી હિતેષને ધમકાવવા લાગ્યા હતા. જેથી સમગ્ર મામલે નવનીત ભાઈએ આરોપી ગણેશભાઈ સાથે વાતચીત કરી હતી ત્યારે ગણેશભાઈએ બોલાચારી કરી હતી અને અયોગ્ય વર્તન કર્યું હતું આ ઉપરાંત તેની સાથે આવેલા આરોપી હસમુખભાઇએ પણ આરોપી ગણેશભાઈ નો સાથ આપીને નવનીતભાઈ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું અને નવનીત ભાઈને ગાળો આપી તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે