ગુનો@મોરબી: વિશીપરા મામાદેવના મંદિર પાસે ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
 
ગુનો@મોરબી: વિશીપરા મામાદેવના મંદિર પાસે ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં  મારા મરીના કેસ ખુબજ વધી ગયા છે.લોકો નાની-નાની વાતમાં ઝગડી પડતા હોય છે અને એક બીજાનો જીવ  લેવા તૈયાર થઇ જાય છે.વિશીપરા મામાદેવના મંદિર પાસે ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે. તો મોરબી બી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

મોરબીના નવલખી રોડ પર નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ ચતુરભાઈ ઈટોદરા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સંજયભાઈને આરોપી વિષ્ણુભાઈ ટપુભાઈ જાસોલિયા, વિષ્ણુનો નાનોભાઈ ટીકુ અને ભરતભાઈ ટપુભાઈ જાસોલિયા ને જુનું મનદુઃખ ચાલતું હોય,જેનો ખાર રાખી આરોપી વિષ્ણુભાઈ એ લોખંડના પાઈપ વેદ માર મારી તેમજ આરોપી ટીકુ અને ભરતે લાકડી વડે પગમાં માર મારતા ફેકચર જેવી ઈજા પહોચી હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.