ગુનો@અમદાવાદ: ઓફિસનો કોમ્પ્યૂટર ઓપરેટરને લાંચ લેતા APMC માર્કેટ નજીકથી ઝડપી લીધા

લાંચ લેતા APMC માર્કેટ નજીકથી ઝડપી 
 
ગુનો@અમદાવાદ: ઓફિસનો કોમ્પ્યૂટર ઓપરેટર 4500 લાંચ માગી, રેશનિંગ કાર્ડ બનાવી આપીશું તેમ કહીને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં લાંચના કેસો ખુબજ વધી ગયા છે. કોઈ પણ કામ કરવા માટે અધિકારીઓ લાંચ લેતા હોય છે. વેજલપુરમાં આવેલી મ્યુનિ. કોર્પોરેશનની દક્ષિણ-પશ્ચિમ ઝોનની ઓફિસમાં કામ કરતા કર્મચારી તથા એક ખાનગી વ્યક્તિને રૂપિયા 500ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. પુરવઠા વિભાગમાં ઓળખાણ છે, રેશનિંગ કાર્ડ બનાવી આપીશું તેમ કહીને લાંચ માગી હતી.

એસીબીએ મ્યુનિ.ની આ કચેરીમાં છટકું ગોઠવીને કોન્ટ્રક્ટ પર કામ કરતા કોમ્પ્યૂટર ઓપરેટર સુનિલ ભોજાવિયા અને ખાનગી વ્યક્તિ કમરુદીન શેખને લાંચ લેતા APMC માર્કેટ નજીકથી ઝડપી લીધા છે.

કમરુદિનની પૂછપરછ કરતા જણાયું હતું કે સુનિલ ભોજાવિયાને લાંચના રૂપિયા લેવા માટે મોકલ્યો હતો. એસીબીએ સુનિલની પણ ધરપકડ કરી છે. કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતો સુનિલ સબઝોનલ ઓફિસમાં રેશનિંગ કાર્ડ કઢાવવા માટે જે લોકો પણ આવે અને જેમણે ઉતાવળ હોય કે પછી જલ્દીથી કાર્ડ કઢાવવું હોય તેમને કહેતો પુરવઠા વિભાગમાં મારી ઓળખાણ છે બારોબાર રેશનિંગ કાર્ડ નીકળી જશે. ફરિયાદી પાસેથી તેણે રૂપિયા 4500 માંગ્યા હતા.

શરૂઆતમાં ફરિયાદીએ રેશનિંગ કાર્ડ કઢાવવા માટે રૂપિયા 3000 ચૂકવી પણ દીધા હતા. બાકીના 1500 કામ થઇ ગયા બાદ આપવાના રહેશે તેવી વાત સુનિલે કરી હતી. વાયદા મુજબના દિવસોમાં રેશનિંગ કાર્ડ ન આવતા ફરિયાદી સુનિલ પાસે પહોંચી ગયો હતો. તેના થોડા દિવસમાં રેશનિંગ કાર્ડ બનીને આવી ગયું હતું. તેથી મોડું થતા સુનિલે ફરિયાદીના રૂપિયા 1000 કરી આપ્યા હતા અને બાકીના 500 આપવાના રહેશે તેવી વાત કરી હતી. જેથી ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં વેજલપુર APMC માર્કેટ પાસ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.