રિપોર્ટ@સુરત: લેટરકાંડ મામલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા

રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે.
 
રિપોર્ટ@સુરત: લેટરકાંડ મામલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરીલીના લેટરકાંડ વધુ ઉગ્ર બન્યો છે. લેટરકાંડનો મામલો સુરત સુધી પહોંચ્યો.  રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે.

અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ મામલામાં નાની માછલીઓને મારી મગરમચ્છોને છોડી દેવાયા હોવાનો ધાનાણીએ આક્ષેપ કર્યો હતો અને આ કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી હતી. ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.