રીપોર્ટ@મહેસાણા: પાલિકામાં ભૂગર્ભ ગટરના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસનો અનોખો વિરોધ, ગધેડાનો ઉપયોગ કર્યો

 કાર્યકરોને મહેસાણા એ ડિવિઝન લઈ જવાયા હતા.
 
Meh nagarpalika Congress

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નગરપાલિકામાં ભૂગર્ભ ગટરના બાબતે  કર્મચારીઓએ વિરોધ પ્રગટ કર્યો. કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને સાથી કાર્યકરો ગધેડા લઈ પાલિકા ખાતે પહોંચ્યા હતા.ત્યાં તેમને પાલિકા કેમ્પસમાં બેસી રામ ધૂન બોલવાઈ.

પોલીસ પણ સવારથી બંદોબસ્તમાં ગોઠવી દેવાઈ હતી. કોંગ્રેસ કાર્યકરો પાલિકાના ગેટ પાસે આવતા ગેટ બંધ કરી દિધો હતો કોંગ્રેસ કાર્યકરો ગેટ ખોલી ગધેડા સાથે પાલિકા કેમ્પસમાં પ્રવેશ લીધો હતો.બાદમાં પાલિકા જવાની સીડીઓ પાસે ભાજપ હાય હાય ના નારા લગાવી વિરોધ નોંધાવી ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા ભૌતિક ભટ્ટને પોલીસે ટીંગા ટોળી કરી ગાડીમાં બેસાડયા હતા.બાદમાં ડો મેઘા પટેલને પણ મહિલા પોલીસ કર્મીઓએ વેનમાં બેસાડી દીધા હતા.કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ એ જાણવ્યું કે મહેસાણા નગરપાલિકાએ છ માસથી ગટરની ખોટી કંપની ઉભી  કરી હતી. કામગીરીનો કોઈ અનુભવ નથી ડિપોઝીટ ભરી નથી. જે કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ઉતરે તેઓનો કોઇ વીમો નથી. એવા વ્યક્તિઓને છ છ મહિના સુધી પાલિકાએ ભ્રષ્ટાચાર આચર્યા. સ્વીમીંગ પુલના કાગળિયા બોગસ છે.

ચરમ સીમાએ પાલિકાનો ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે,કે અમદાવાદમાં ફાર્મ હાઉસો ફ્લેટ કોર્પોરેટર અને અન્ય લોકો ખરીદવા લાગ્યા છે.અમારું કહેવું છે એ વેરો ભરતી પ્રજાનો છે,તમારા નથી. અમારે ગધેડા લઈ વિરોધ પક્ષના નેતા અને કાર્યકરો સાથે અહીંયા પ્રજા વતી આવવું પડ્યું હતું.  

વેરો ભરતી પ્રજા માટે હું જવાબ માગવા આવ્યો છું.આવા ભ્રષ્ટાચાર કરતા લોકો સામે પાલિકાના નવા પ્રમુખ ડો મિહિર પટેલ ફરિયાદ દાખલ કરશે.પાલિકા પ્રમુખ ફરિયાદ નોંધાવી. આ ભ્રષ્ટાચારી લોકો સામે કાર્યવાહી કરે.

કોંગ્રેસ પક્ષ સદાય આના માટે અવાજ ઉઠાવશે.ગધેડા લાવવા નું  કારણ કે તેઓને બતાવ્યું કે મહેસાણા શહેરની પ્રજા સમજી ગઈ છે.ગધેડા પણ સમજી ગયા છે કે તમારો ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે.