આરોગ્ય@શરીર: શરીરને સ્વથ્ય રાખવા માટે સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ ગરમ લીંબુ પાણીનું સેવન કરો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શરીરની સાથે-સાથે હૃદયને સ્વસ્થ રાખવું હોય તો સવારે ઉઠીને ખાસ ડાયટ ફોલો કરો. ખાલી પેટ અમુક ખાસ પાણીને ડાયટનો ભાગ બનાવવો જોઈએ. આ ખાસ ડ્રિન્ક કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છેતમારા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ લીંબુ પાણીથી કરો. લીંબુ વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે.જે સોજાને ઘટાડે છે અને લોહીના દબાણને ઘટાડવામાં પણ મદદ કરે છે. આ પાચન અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
ગ્રીન ટી કેટેચિન નામના એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ખાલી પેટ એક કપ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા અને બ્લડ સર્ક્યુલેશનના કાર્યમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે.
બીટનું જ્યૂસ ઘણા પ્રકારના પોષક તત્વો સામેલ હોય છે. જેમાં મોટા પ્રમાણમાં નાઈટ્રેટ હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને સારુ રાખે છે. સાથે જ બીપીને કંટ્રોલમાં રાખે છે. ખાલી પેટ બીટનું જ્યૂસ પીવાથી હૃદયને ખૂબ ફાયદો થાય છે.
હળદરમાં કરક્યૂમિન હોય છે, જે એક શક્તિશાળી સોજાવિરોધી ઔષધી છે. ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરવી જોઈએ. જેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. નિયમિતરીતે સેવન કરવાથી સોજાને ઓછા કરવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.