આરોગ્ય@શરરી: બિજોરાનું સેવન કરવાથી, પેટમાં પથરીના કણ નાના નાના ટુકડા થઈને નીકળી જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આ ફળનું નામ બિજોરુ છે. તે એક મોટા આકારનું ફળ હોય છે, જે લીંબૂની માફક દેખાય છે. આ ફળનો જ્યૂસ પાણીની માફક પીવામાં આવે છે અને તેનાથી પથરીના કણ તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે. ઉદયપુરના આયુર્વેદ ચિકિત્સક વૈદ્ય ડો. શોભાલાલ ઔદિચ્યે જણાવ્યું છે કે, બિજોરુનું ફળ ખૂબ જ ગુણકારી ફળ હોય છે. તેનાથી પેટ સંબંધિત કેટલાય લોકો ઠીક થઈ જાય છે.
પથરી રોગમાં આ ફળ ખૂબ જ ગુણકારી હોય છે. તેનાથી પેટમાં પથરીના કણ નાના નાના ટુકડા થઈને નીકળી જાય છે. સાથે જ પેટના દુખાવામાં તેનું સેવન કરવામાં આવે છે. તેની સાથે જ દાંતમાંથી લોહી નીકળતું હોય તો, તેની છાલનો પાઉડર બનાવીને પેસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ વિજ્ઞાનમાં તેને ખૂબ જ ગુણકારી ફળ કહેવામાં આવ્યું છે.
બિજોરુનું ફળ એક રીતે જોવા જઈએ તો, લીંબુ જેવું હોય છે. જેના કેટલાય ઔષધિય ગુણ છે. કારણ કે તેમાં વિટામિન સી હોય છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સાથે સાથે અનેક બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. લીંબૂનો રસ પેટની બળતરાને શાંત કરવામાં મદદ કરે છે. તેની કેટલીય જગ્યાએ ખેતી પણ થાય છે.
સુચના: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો