આરોગ્ય@શરીર: ગાડરડીનું સેવન કરવાથી શરીરને થાય છે કેટલાક ફાયદા

ઘડપણ દેખાશે નહીં

 
 આરોગ્ય@શરીર: ગાડરડીનું સેવન કરવાથી શરીરને થાય છે કેટલાક ફાયદા, જાણો વિગતે   

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાડરડી એક એવો ઔષધિય છોડ છે, જે ગામડામાં ખાસ કરીને વગડામાં સરળતાથી જોવા મળી જશે. પણ જાણકારી ન હોવાના કારણે તેનો લાભ લઈ શકતા નથી. આ ઔષધિ છોડ એન્ટી એજિંગ, બળતરાને ઓછી કરવા, જલ્દી ઘા ભરવા, જાંબણી વિકિરણના પ્રભાવને કમ કરવાના આ ગુણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આયુર્વેદમાં ગાડરડીનું ખૂબ જ મહત્વ છે.

ગામડાઓમાં ખેતરોમાં અને ખડની સાથે ઉગડતા આ કાંટાળા છોડને ગામડાઓમાં લોકો ગાડરડીના નામથી ઓળખે છે. જેનું બોટનિકલ નામ કાકલબર હોય છે. ફળોના પદાર્થ કોલેજન નામના પ્રોટીનના ઉત્પાદનને પ્રભાવિત કરે છે, જે ત્વચામાં લચીલાપણું અને તેમાં કરચલીઓ આવતા રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

અલગ અલગ જગ્યા પર ઉગતા આ ઔષધિ છોડના ફળની જૈવિક ગતિવિધિની તુલના કરતા નિષ્ણાંતોએ જાણ્યું કે, ચીનની તુલનામાં દક્ષિણ કોરિયામાં ઉગતા આર્તગલના છોડમાં વધારે એન્ટી ઓક્સિડેંટ અથવા એન્ટી ઈન્ફેમેટરી ગુણ હોય છે અને સાથે જ તેમાં ઘા ભરવાની ક્ષમતા પણ વધારે હોય છે. આવો જ પ્રભાવ અન્ય ગુણોમાં પણ જોવા મળે છે.

આયુર્વેદ ડો. દીપ્તિ નામદેવના જણાવ્યા અનુસાર આ ઔષધિ છોડ આપણી આજુબાજૂમાં જ જોવા મળે છે. પણ આપણે તેનો ઉપયોગ નથી જાણતા હોતા. જ્યારે આ છોડ છે, જેનો લેપ લગાવવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. 

આ ઉપરાંત ઓછા સમયમાં ઘા ભરવા માટે આ છોડનો ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં આયુર્વેદિક દવામાં તેનો એક અંશ ભેળવવામાં આવે છે.

સુચના:  આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો