આરોગ્ય@શરીર: રાજમાનું સેવન કરવાથી ઓવરવેટ અને મોટાપાનો ખતરો કમ થાય છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રોટલી અને ભાત સાથે રાજમાનું શાક તમે પણ ઘણી વાર ખાધું હશે. રાજમાને ઈંગ્લિશમાં કિડની બીન્સ કહેવાય છે. કેમ કે તેની બનાવટ માણસની કિડની જેવી હોય છે. રાજમાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી કેટલીય બીમારીઓમાંથી રાહત મળી જાય છે. જો કે, રાજમા ખૂબ જ સાવધાનીપૂર્વક ખાવા જોઈએ. ભૂલ થશે તો બીમાર થઈ શકશો.
રાજમા પ્રોટીન, ફાઈબર, કાર્બ્સ, વિટામિન અને મિનરલ્સનો ખજાનો હોય છે. હેલ્થલાઈનના રિપોર્ટ્સ અનુસાર, 100 ગ્રામ બાફેલા રાજમામાં લગભગ 9 ગ્રામ પ્રોટીન, ફાઈબર 6.5 ગ્રામ, કાર્બ્સ 22 ગ્રામ અને અન્ય તમામ પોષક તત્વો હોય છે. બાફેલા રાજમામાં લગભગ 67 ટકા પાણી હોય છે. રાજમા પ્લાન્ટ બેસ્ટ પ્રોટીનનો સૌથી શાનદાર સ્ત્રોત માનવામાં આવે છે. તેને ગરીબોનું ચિકન પણ કહેવાય છે. રાજમા મુખ્યત્વે સ્ટાર્ચયુક્ત કાર્બ્સથી બનેલું છે. તેનું ગ્લાઈસેમિક ઈંડેક્સ ખૂબ જ ઓછું હોય છે. જેના કારણે ડાયાબિટીઝના દર્દી પણ તેનું સેવન કરી શકે છે.
આપને જાણીને નવાઈ લાગશે કે લાલ રાજમાને ક્યારેય કાચા ખાવા જોઈએ નહીં. તેનાથી આપની તબિયત ખરાબ થઈ શકે છે અને હોસ્પિટલે જવાનો પણ વારો આવી શકે છે. કાચા રાજમામાં વધારે માત્રામાં ફાઈટોહેમાગ્લાગુટિનન નામનું ટોક્સિક પ્રોટીન હોય છે. ફાઈટોહેમાગ્લગુટિનિન કેટલાય બિન્સમાં જોવા મળે છે. પણ લાલ રાજમામાં સૌથી વધારે હોય છે. કાચા રાજમા ખાવાથી લોકો ફુડ પોઈઝનિંગનો શિકાર થઈ શકે છે. કાચા રાજમા ઉલ્ટી, ઝાડા, પેટ ફુલાવવું અને પાચન સંબંધિત કેટલીય સમસ્યાનું કારણ બને છે.
જો કે, રાજમાને થોડી કલાક માટે પાણીમાં પલાળીને ખાવાથી મોટા ભાગના ઝેરી પદાર્થો નષ્ટ થઈ જાય છે. સારી રીતે બાફ્યા બાદ રાજમા ખાવા સૌથી સુરક્ષિત છે અને તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. સેવન કરતા પહેલા કાચા રાજમાને ઓછામાં ઓછા 5 કલાક પાણીમાં પલાળીને રાખવા જોઈએ અને કમસે કમ 10 મિનિટ સુધી બાફવા જોઈએ. ત્યાર બાદ સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહેશે.
પ્રોટીન, ફાઈબર અને ધીમી ગતિથી રિલીઝ થતાં કાર્બ્સથી ભરપૂર હોવાના કારણે રાજમા બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ પ્રભાવી છે. તેનું ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો છે. જેના કારણે તે શુગરના દર્દી માટે લાભકારી છે. કેટલાય અધ્યયનોમાં સામે આવ્યું છેકે, રાજમા અને અન્ય ઓછા ગ્લાઈસેમિક ખાદ્ય પદાર્થથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.
કોનલ કેન્સર દુનિયાભરમાં સૌથી વધારે કોમન કેન્સરમાંથી એક છે. કેટલાય સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, રાજમાનું સેવન કરવાથી કોલન કેન્સરનો ખતરો ઓછો થાય છે. રાજમામાં વિવિધ પ્રકારના પોષક તત્વો અને ફાઈબર હોય છે. જેમાં સંભવિત એન્ટી કેન્સર પ્રભાવ હોય છે. તેને કોલનની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
રાજમાનું સેવન કરવાથી ઓવરવેટ અને મોટાપાનો ખતરો કમ થાય છે. ફાઈબરથી ભરપૂર હોવાના કારણે રાજમા પાચન તંત્ર માટે સારુ માનવામાં આવે છે. ફાઈબર યુક્ત ફુડ્સના સેવનથી પેટ સાફ કરવામાં મદદ મળે છે. કબ્જ જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. રાજમામાં આયરનની માત્રા ઓછી હોય છે. જેના કારણે તે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે.
નોધ : આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો