મતભેદ@ગુજરાત: બ્રહ્મસ્વરૂપ સ્વામીના વિવાદિત બોલથી રોષ ફેલાયો છે.જાણો કોણે શું કહ્યું?

દેવી દેવતાઓને બદનામ કરવાના જાણે સોગંદ લીધા છે. 
 
મતભેદ@ગુજરાત: બ્રહ્મસ્વરૂપ સ્વામીના વિવાદિત બોલથી રોષ ફેલાયો છે.જાણો કોણે શું કહ્યું?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સાળંગપૂર વિવાદ શાંત હમણાજ પડ્યો છે,અને વળી નવો વિવાદ ઉભો થઇ ગયો છે.સ્વામીનારાયય સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મ અને સનાતન ધર્મના દેવી દેવતાઓને બદનામ કરવાના જાણે સોગંદ લીધા છે. વડતાલના સ્વામીઓ જાણે ભાન ભૂલી ગયા છે. જોશમાં હોશ ખોઈ બેઠેલા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આ વખતે પાટીદારોના કૂળદેવી એવા ખોડિયાર માતાજીનું અપમાન કર્યું હોય તેવો વીડિયો સામે આવ્યો છે. હજુ તો માંડ સાળંગપુરમાં હનુમાન જીના અપમાનના વિવાદનો અંત આવ્યો છે.

ત્યાં ફરી બ્રહ્મસ્વરૂપ સ્વામીના વિવાદિત બોલથી રોષ ફેલાયો છે.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કરતા કહ્યું કે, ખોડિયાર માતાજી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી. જેને લઈને સનાતન ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન પણ સામે આવ્યુ. તેમણે કહ્યું કે સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠેસ પહોંચી છે તેમણે આ બાબતે માફી માગવી જોઈએ.

આ તરફ મોરબીમાં પણ મા ખોડિયારના ભક્તો ઉકળી ઉઠ્યા છે. મોરબીના રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી લાલઘૂમ થયાં છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના સંત બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ આપેલા નિવેદન બાદ મા ખોડિયારના ભક્તોમાં ઉગ્ર રોષ છે. માટેલના મહંત અને સંતો મોટી સંખ્યામાં ભક્તો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આવેદનપત્ર આપી માગ કરી કે બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી માફી માગે. રામધન આશ્રમવાળા ભાવેશ્વરી માતાજીએ તો બ્રહ્મસ્વરૂપદાસને આડેહાથ લેતાં આકરા શબ્દો ઉચ્ચાર્યા છે.

આ તરફ કબરાઉ મોગલધામના ચારણ ઋષિ એવા મણીધર બાપુએ પણ બ્રહ્મસ્વરૂપ સ્વામીને અને સ્વામીનારાયણ સંપ્રદાયને આડે હાથ લીધા હતા. મણિધર બાપુએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે હરામનુ ખાઈ ખાઈને એની બુદ્ધિ બહેર મારી ગઈ છે. મા ખોડિયારનું તમે અપમાન કરો છો. હવે તમને હાંકી કાઢવાના છે, ખદેડવાના છે. ધર્મ સામે રાક્ષસો ન બોલવાના બોલે ત્યારે મા ભેળી હોય છે. આ રાક્ષસ કોઈ બોલી ગયો છે 25-50 માણસો જઈ એને બહાર કાઢીને ઢસડો, ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે?

આ તરફ પાટીદોરના કુળદેવીનુ અપમાન થતા ખોડલધામથી પણ ઉગ્ર રોષ સાથે અવાજ ઉઠ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું કે સ્વામીજીની આ વાત યોગ્ય નથી. માત્ર લેઉવા પાટીદાર નહીં અઢારેય વર્ણમાં પૂજાય છે મા ખોડિયાર એટલે આ સ્વામીએ આઢરે વર્ણમાં આ નિવેદનથી રોષની લાગણી છે.

આ મામલે રાજભા ગઢવીએ પણ આકરા શબ્દોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીની ઝાટકણી કાઢી છે અને શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, '9 લાખ લોબડિયાળીઓએ કેટલાય રાક્ષસોના વધ કર્યા, હવે તમારો વારો પાછળ છે એટલું યાદ રાખી લેજો, જે ખોડિયાર મા વિશે આવું બોલ્યા છે. કારણે કે એ ગામતરે નથી જતું રહ્યું, ગમે તે ધર્મ હોય તમારી કુળદેવી અને સુરાપુરાને તમારા ઇષ્ટદેવને ભૂલાવી બીજે વાળવાનું કરે એની બોચી સીધેસીધી પકડી લેજો પછી આગળ જે પરિણામ આવવું હોય એ... એટલી તૈયારી તો આપણે કરવી પડશે.'

હનુમાન દાદાના અપમાન બાદ મા ખોડિયારનું અપમાન થતા હવે સનાતન ધર્મના લોકોમાં સંપ્રદાય વિરૂદ્ધ રોષ વધુ જોવા મળી રહ્યો છે. આ મામલે પણ ઠેર-ઠેરથી બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માગે તેવી માગ ઉઠી છે.